Savera Gujarat
રમત ગમત

બેડમિન્ટન મહિલા – પુરૂષ સિંગલ્સમાં સિંધૂ-લક્ષ્ય સેનને ગોલ્ડ મેડલ, ભારતના ૨૦ ગોલ્ડ

 

બર્મિંગહામ, તા.૮
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ ધમાકેદાર પ્રદર્શન કરતાં કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨માં વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પીવી સિંધૂનો આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ છે. બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ભારતનો દબદબો રહ્યો હતો અને તેનો ગોલ્ડ મેડલ પણ ભારતના નામે થયો હતો. ભારતના યુવાન સ્ટાર શટલર લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. લક્ષ્ય સેને પણ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ની સિંગલ ફાઇનલમાં મલેશિયાના ત્ઝે યોંગને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં લક્ષ્ય સેનનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ અગાઉ દુનિયાના ૧૦મા નંબરના શટલર લક્ષ્ય સેને કોમનવેલ્થ ગેમમાં વધુ એક મેડલ પોતાન નામે કર્યો છે. તેમણે આ પહેલાં મિક્સડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જાેકે ૨૦૨૨ના કોમનવેલ્થમાં તેમણે ગોલ્ડ જીતીને ઇતિહાસ રચી દીધો છે.
આ સાથે જ ભારતના ખાતામાં કુલ ૨૦ ગોલ્ડ મેડલ, ૧૫ સિલ્વર મેડલ અને ૨૨ બ્રોન્ઝ મેડલ છે. સિંધૂએ સોમવારે વિમેન્સ સિંગલ્સની ફાઈનલમાં કેનેડાની મિચેલ લિને સીધી ગેમસમાં પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતની વિશ્વની સાતમી ક્રમાંકિત ખેલાડીએ ૨૧-૧૫, ૨૧-૧૩થી વિજય નોંધાવ્યો હતો. ૩૦ વર્ષીય લિને સિંધૂ સામે જીતવા માટે શાનદાર પ્રદર્શન કરવાની જરૂર હતી પરંતુ સિંધૂએ તેને એક પણ તક આપી ન હતી. જ્યારે લક્ષ્ય સેન મલેશિયાના ઝે યંગને પરાજય આપીને ચેમ્પિયન બન્યો હતચો.
ઓલિમ્પિક્સ મેડલ વિજેતા પીવી સિંધૂનો કોમનવેલ્થ ગેમ્સમાં આ સળંગ ત્રીજાે મેડલ છે. તેણે ૨૦૧૪ ગ્લાસગોમાં રમાયેલી ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ૨૦૧૮માં ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં સિંધૂને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. હવે તેણે પોતાના મેડલનો રંગ બદલ્યો છે અને બર્મિંઘમ ૨૦૨૨માં ગોલ્ડ મેડલ જીત્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીવી સિંધૂની સિદ્ધિની પ્રશંસા કરી છે. તેમણે ટિ્‌‌વટ કરી હતી કે અદ્દભુત પીવી સિંધૂ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ છે. તે વારંવાર પોતાનું અદ્દભુત પ્રદર્શન દેખાડતી રહે છે. બદ્ધતા પ્રેરણાદાયી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ તેને અભિનંદન. ભવિષ્યની ટુર્નામેન્ટ્‌‌સ માટે તેને શુભેચ્છાઓ.
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ધૂમ મચાવી દીધી છે. તેમણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-૧૩ મિશેલ લી ને સતત બે ગેમમાં કારમી હાર આપી છે. પીવી સિંધુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને ૧૯ મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દુનિયાની નંબર-૭ શટલર પીવી સિંધુએ પહેલી ગેમ ૨૧-૧૫થી જીતી હતી.
પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે ૨૧-૧૩ થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે. બે વખતના ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં ૨૦૧૪માં બ્રોન્ઝ અને ૨૦૧૮માં સિલ્વર મેડલ જીત્યો છે. સિંધુએ આ સિઝનમાં મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે ૨૦૧૮ કોમનવેલ્થમાં સિંધુએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે ૧૦ વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ ૮ વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે. સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુની શાનદાર ગેમ સતત ચાલુ છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ના સેમિફાઈનલમાં પીવી સિંધુએ સિંગાપોરની વાય જિયા મિનને હરાવ્યા હતા. આ મેચને સિંધુએ ૨૧-૧૯, ૨૧-૧૭ થી પોતાના નામે કરી હતી.

Related posts

આજથી શરુ થશે IPL નો બીજો તબક્કો, ધોની અને રોહિતની થશે જોરદાર ટક્કર, જાણો IPL ના સમગ્ર કાર્યક્રમ વિષે…

saveragujarat

પરવાનગી વિના રેલી કાઢવાના મુદ્દે વડગામના ધારાસભ્યને ગુજરાત ન છોડવા મહેસાણા કોર્ટે આદેશ આપ્યો

saveragujarat

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને ફટકારી સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

saveragujarat

Leave a Comment