Savera Gujarat
Other

મેડિકલના સ્ટુડન્ટના પત્રથી ખળભળાટ ‘હું અંદરથી સ્ત્રી છું, મારે બોયઝ નહિ, પણ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવુ છે

સવેરા ગુજરાત/અમદાવાદ:-

અમદાવાદનો એક ટ્રાન્સ વુમનનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીએ કોલેજના ડીનને પત્ર લખીને કહ્યું કે, ‘હું અંદરથી સ્ત્રી છું, તેથી મારે બોયઝ નહિ, પણ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવુ છે.’ આ સાથે જ વિદ્યાર્થીએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે, વિદ્યાર્થીએ પોતાનો મેડિકલ રિપોર્ટ પણ ડીનને રજૂ કર્યો છે, જેમાં તેને જેન્ડર ડિસ્ફોરિયા હોવાનું જણાવ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અમદાવાદની બહુચર્ચિત મેડિકલ કોલેજનો આ કિસ્સો છે. વિદ્યાર્થીએ ડીનને લખેલા એક પત્રથી ઉહાપોહ મચી ગયો છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ માંગ કરી કે, તેને ગર્લ્સ હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવે. તે શારીરિક રીતે મહિલા છે, જેના પુરાવા પણ તેની પાસે છે. તેથી તેની હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવે. વિદ્યાર્થીએ પત્રમાં પોતાને જેન્ડર ડિસ્ફોરીયા હોવાનું જણાવ્યુ છે. આ સાથે જ તેણે મેડિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો છે. જેમાં તેની લિંગ પરિવર્તનની સર્જરી કરવાની છે તેવુ પણ ઉલ્લેખાયુ છે.

વિદ્યાર્થીનો આ પત્ર એકાએક ચર્ચામાં આવ્યો છે. જોકે, મેડિકલ કોલેજ દ્વારા સમગ્ર મુદ્દો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. વિદ્યાર્થી દ્વારા પંદર દિવસ પહેલા ડીનને પત્ર આપવામાં આવ્યો હોવા છતા આ અંગે કોઈ નિર્ણય લેવામા આવ્યો નથી. ઉલ્લેખનીય છે, દેશમાં હવે જેન્ડર ચેન્જ અંગે લોકો ખૂલીને બહાર આવી રહ્યાં છે. અમદાવાદમાં 2020-21માં લિંગ પરિવર્તનની 25 અરજી આવી આવી હતી. પ્લાસ્ટિક સર્જન દ્વારા જેન્ડર ચેન્જની પ્રોસેસ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક લોકોએ જેન્ડર ચેન્જના ઓપરેશન કરાવ્યા છે. ગુજરાત સરકારે ટ્રાન્સ વુમનને માન્યતા આપીને સર્ટિફિકેટ આપવાની પહેલ કરી છે. ગત વર્ષે સંદીપમાંથી અલીશા બનેલી રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમનને આખરે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સુરતની અલીશા રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન છે. જે સર્જરી બાદ સંદીપ પટેલમાંથી અલીશા પટેલ બની હતી. માત્ર 12 વર્ષની ઉંમરે તેને જાણ થઈ હતી કે, તે અંદરથી છોકરી છે, અને તેણે પુરુષમાંથી સ્ત્રી બનવાનો વિચાર કર્યો હતો. આ ઉપરાંત પોરબંદરના રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર નિલેશકુમાર ભાઈશંકર મહેતા પણ ટ્રાન્સ વુમન બન્યા છે. તેમણે પુરુષમાંથી સ્ત્રી બનવાનુ ઓપરેશન કરાવ્યુ છે.

Related posts

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ `૧૫૨૬ કરોડની જોગવાઈ

saveragujarat

LIVE: ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયનો ભવ્ય વિજયોત્સવ સ્થળ: પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’

saveragujarat

ઓમિક્રોનની એન્ટ્રીથી ગુજરાત સરકાર એલર્ટ : નવા કડક પગલા આવશે ?

saveragujarat

Leave a Comment