Savera Gujarat
Other

આજે અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા, 26 દર્દીઓ સાજા થયા, એક પણ મોત નહીં

સવેરા ગુજરાત/ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,997 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 25,473 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 216 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 216 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,997 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

Related posts

આઈટીઆઈ અને પોલિટેકનિકના પાસ આઉટ થયેલા યુવાનો સેનામાં ભરતી થઈ શકશે

saveragujarat

કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશના સંરક્ષણ માળખાને મજબૂત કરવા વડાપ્રધાનના વિઝન પર આધારિત વિવિધ પહેલોને ઉજાગર કરી

saveragujarat

હવે ગમે તે ઘડીએ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળશે

saveragujarat

Leave a Comment