Savera Gujarat
Other

ફકત કબુલાતના આધારે આરોપીને દોષિત ઠરાવી શકાય નહી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે હત્યાના એક આરોપીને મુક્ત કરતા ચુકાદામાં જણાવ્યું હતું કે કોર્ટ અને પોલીસ ઉપરાંત ત્રીજી વ્યક્તિ સામે ગુન્હાની કબુલાત (એકસ્ટ્રા જયુડીશ્યલ ક્ધફેશન)ના આધારે આરોપીને દોષીત ઠરાવી શકાય નહી. આ પ્રકારના નિવેદન કે કબુલાતમાં પુરક સાક્ષી હોવા જરૂરી છે અને જો તેમ ન હોય તો આ પ્રકારના પુરાવા નબળા ગણી શકાય. સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરેલું. આ નિરીક્ષણ અનેક કેસમાં મહત્વનું બની જશે. છતીસગઢમાં હત્યાના એક આરોપીને ટ્રાયલ કોર્ટે જે આજીવન કારાવાસની સજા ફટકારી હતી અને તેની સામે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે સ્પષ્ટ મંતવ્યમાં કહ્યું કે અપરાધમાં જો કોઈ સહ આરોપી કોઈ ત્રીજી વ્યક્તિ (પોલીસ કે અદાલત) સામે ગુન્હાની કબુલાત આપતો હોય તો પણ તે પૂરક પુરાવો થઈ શકે છે પણ ફકત આ પ્રકારની કબુલાત કે વિધાનોના આધારે જ આરોપીને દોષી ઠરાવી શકાય નહી. આ માટે સ્વતંત્ર સાક્ષી કે સાંકળતા પુરાવા હોવા જરૂરી છે અને તેની ગેરહાજરીમાં આ પ્રકારની સહઆરોપીના નિવેદનને પુરાવો ગણી શકાય નથી. છતીસગઢમાં બે લોકોની થયેલી હત્યામાં ટ્રાયલ કોર્ટ ચાર આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

જયારે આ સજા સામે હાઈકોર્ટમાં અપીલ થતા ત્રણ આરોપીઓને નિર્દોષ અને શંકાનો લાભ આપીને મુક્ત કર્યા હતા. જયારે ચંદ્રપાલ નામના એક આરોપીની આજીવન કારાવાસની સજા કાયમ રાખી હતી જેની સામે આરોપીએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી.સર્વોચ્ચ અદાલતમાં ચંદ્રપાલ તરફથી દલીલ કરવામાં આવી કે ફરિયાદ પક્ષના સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ છે અને સાક્ષી પણ મજબૂત નથી. આ કેસમાં એક સહ આરોપીએ એકસ્ટ્રા જયુડીશ્યલ સ્ટેટમેન્ટ આપ્યું હતું.

 

Related posts

કમોસમી વરસાદથી અરવલ્લીના ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

saveragujarat

મોદી ચૂંટાયેલી સરકારમાં સૌથી લાંબો સમય સેવા આપનાર નેતામાંના એક

saveragujarat

સાબરમતી જેલ સુરંગ કેસમાં ૨૪ કેદીને મુક્ત કરવાનો આદેશ રદ

saveragujarat

Leave a Comment