Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

અંતે યોગી સરકાર જુકી, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવા આપી મંજુરી…

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાહુલ ગાંધી સહિત પાંચ નેતાઓને ઉત્તર પ્રદેશના લખીમપુર ખિરી માં જવાની મંજુરી આપતાં સમગ્ર તનાવ હવે શાંત થાય તેવા સંકેત છે, છેલ્લા બે દિવસથી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના લખીમપુર પહોંચવાના પ્રયાસોને યોગી સરકારે નિષ્ફળ બનાવ્યા હતા, જેણે પ્રિયંકાને સીતાપુર નજીક ‘ધરપકડ’ કરી હતી અને બાદમાં ઔપચારિક રીતે તેની ધરપકડ કરી હતી, પરંતુ આજે તે છૂટી જાય તેવી શક્યતા છે.

પ્રિયંકાએ પોતે જામીન બોન્ડ ભરવાનો ઇનકાર કર્યો હોવા છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ખાસ ફ્લાઇટમાં દિલ્હીથી લખીમપુર જવા રવાના થયા હતા. એક તબક્કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેમના વિમાનને ટેકનોઈ અને લખનૌ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો, પરંતુ બાદમાં કોંગ્રેસ પાર્ટીએ તિવ્ર વિરોધ કરતા તેને મંજૂરી આપવામાં આવી હતી . તેમની સાથે છતીસગઢનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બુધેલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ચરણજીત સિંહ ચન્ની પણ છે, જેઓ પણ લખનૌ આવી રહ્યા છે. આ ત્રણ નેતાઓ ઉપરાંત પ્રિયંકા ગાંધી તથા આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજયસિંહને લખીમપુર જવાની છુટ અપાશે તે નિશ્ચિત છે અને તેઓ અહીના અસરગ્રસ્ત ખેડુતોને પણ મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ-પ્રિયંકાની મુલાકાત પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ લખીમપુર પહોંચી ગયા છે. બીજી તરફ, ગત રાતથી કસ્ટડીમાં રહેલા સંજય સિંહને પણ આજે છોડી મુકવામાં આવ્યા છે અને લખીમપુર જવા માટે પણ રવાના થયા છે.

Related posts

ગુજરાતનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે નરેન્દ્ર મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

saveragujarat

ઈદ પર આ બે દિગ્ગજ કલાકારો ની ફિલ્મ ટકરાશે આમને-સામને, જાણો કોણ મારશે બાજી ?

saveragujarat

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદ ખાતે યોજાશે

saveragujarat

Leave a Comment