Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ, આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય…

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાવાની છે. જેમાં મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાવાની છે. ખાસ કરીને ખેડૂતોના હિતનો મુદ્દે વિગતવાર ચર્ચા કરી શકાય છે. તે સિવાય અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારે વરસાદના કારણે પાકને ઘણું નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો છે. જેથી આ નુકશાન સામે સહાયનો મુદ્દે પણ આજની બેઠકમાં ખાસ ચર્ચા થઈ શકે છે.

ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનનો સર્વે કરવાનો મુદ્દો પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. નુકસાન સર્વેની ચર્ચા બાદ ખેડૂતોને આર્થિક સહાય આપવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. કારણ કે ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. જેના કારણે ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે તેમને સરકાર તરફથી યોગ્ય મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં 1 થી 5 ના વર્ગો ઓનલાઇન ચાલી રહ્યા છે. કોરોનાની સ્થિતિ પણ ધીમે ધીમે સુધરી રહી છે. તેથી આજે 1 થી 5 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા વિશે મહત્વનો નિર્ણય લઈ શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક સમયથી 1 થી 5 ના વર્ગો ઓનલાઇન ચાલી રહ્યા છે.

Related posts

તમામ સ્કૂલમાં ફરજિયાત ગુજરાતી ભણાવવાનું અમલ કરાવો ઃ હાઈકોર્ટ

saveragujarat

જગવિખ્યાત અંબાજી ખાતે ટેરેસ ગાર્ડન માં મળેલ અદભુત પરીણામ

saveragujarat

પાયલટના ભાવિ પગલાં કોંગ્રેસ હાઈકમાન્ડના ર્નિણય પર ર્નિભર

saveragujarat

Leave a Comment