Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

અંબાજી ખાતે જાણીતા પાર્શ્વ ગાયિકા અનુરાધા પોંન્ડવાલ અંબાજી મંદિર દર્શન કરીને જલીયાણ સદાવ્રતની મુલાકાતે

ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી
અંબાજી.
ભાદરવી પૂનમ બાદ શુક્રવારે અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી.આ પ્રસંગે અંબાજી આવેલા જાણીતા પાર્શ્વ ગાયિકા અનુરાધા પોડવાલ એ અંબાજીમાં ચાલી રહેલા જલીયાણ સદાવ્રત ખાતે પણ મુલાકાત લીધી હતી. માઈભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવી રહ્યો હોવાની તેમજ અન્ય વિગતો અનુરાધા પૌંડવાલ એ ટ્રસ્ટીઓ પાસેથી મેળવી હતી.

તેમજ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. જલીયાણ સદાવ્રતની મુલાકાત સમયે જય જલીયાણ ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર, ટ્રસ્ટી દીપકભાઈ ઠક્કર સહિત અન્ય ટ્રસ્ટીગણએ ગાયિકા અનુરાધા પોંડવાલનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ માસમાં જલીયાણ સદાવ્રત ખાતે છ લાખથી પણ વધુ માઇભક્તોએ નિ:શુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે.

અહેવાલ : વિક્રમ સરગરા , અંબાજી

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી વન વિભાગ ‘નમો વડ નિર્માણ’ અભિયાનનો પ્રારંભ કર્યો

saveragujarat

અમેરિકા જતી વખતે ફ્લાઇટમાં PM મોદી દેખાયા પેપર વર્ક કરતા, જુઓ લોકો એ કમેન્ટ કરી શું કહ્યું…

saveragujarat

રાજકોટમાં ક્રિકેટ કોચિંગના નામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવી

saveragujarat

Leave a Comment