Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી વન વિભાગ ‘નમો વડ નિર્માણ’ અભિયાનનો પ્રારંભ કર્યો

 

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૧
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના ૭૫ વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ ૨૧ માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણ પ્રિય હેતુસર મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી. ‘નમો વડ વન’ અન્વયે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૭૫ વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં ૭૫ વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ –આઝાદીના ૭૫માં વર્ષે વન વિભાગનું ‘નમો વડ વન’ નિર્માણ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુનઃ પ્રસ્થાપિત કરશે. એટલુજ નહિ, ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમને પણ વેગ આપશે.
રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં બામ્બુ મિશન યોજના હેઠળ, ૫૮૯૧ હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા ૨૦ કરોડની જાેગવાઇ કરી છે. સેંકડો વર્ષો સુધી જીવંત રહેતા વડના વૃક્ષની જેમ સરકારના વિકાસ કામો પણ દીર્ઘકાલીન અને સસ્ટેનેબલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે વિકાસ કામોના બીજ રોપ્યા હતા તે હવે વિકાસના વટવૃક્ષ બની કરોડો નાગરિકોને સુશાસનની આગવી સુખ સુવિધાઓ આપી રહ્યા છે તેમ પણ ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો વડ વન’ના વાવેતર કાર્યક્રમમાં ૩૩ જિલ્લના ૭૫ સ્થળોએ સહભાગી થયેલા નાગરિકો અને વન પ્રેમીઓને ‘બાયસેગ’ના માધ્યમથી પ્રેરક સંદેશ આપ્યો અને સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આપણે વન સાથે જન જાેડીને રાજ્યમાં અલગ અલગ સ્થળોએ વનો ઊભા કર્યા છે. વન મહોત્સવો દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધારવાનો માર્ગ અપનાવ્યો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ૨૦૨૧ ના અહેવાલ મુજબ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ૬૯૦૦ હેકટરનો વધારો થયો છે. રાજ્યમાં ૨૦૦૩ માં વન વિસ્તાર બહાર અંદાજે ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા, તે વધીને હવે ૨૦૨૧ ની વૃક્ષ ગણતરી મુજબ ૩૯.૭૫ કરોડ વૃક્ષો થયા છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જેના પર ર્નિભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓનું જતન-સંવર્ધનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે.

Related posts

OLA એ 1 જ દિવસમાં વહેચ્યા 600 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક વાહનો…

saveragujarat

એસ્ટ્રલ પાઈપ કંપનીના ડેટા ચોરીને ૫ કરોડની છેતરપિંડી

saveragujarat

બલિદાન દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગતસિંહને કરાઈ પુષ્પાંજલિ

saveragujarat

Leave a Comment