Savera Gujarat
તાજા સમાચારભારત

વધશે વાયુસેનાની તાકાત, ટાટા અને એરબસ સાથે થયો આ મોટો કરાર…

ભારતના સંરક્ષણ મંત્રાલયે આજે સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની સાથે 20,000 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. કરાર હેઠળ, ભારતીય વાયુસેનાના એવ્રો -748 વિમાનને 56 C-295 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી દ્વારા બદલવામાં આવશે. લાંબા સમયથી પડી રહેલ ખરીદીને માત્ર બે સપ્તાહ પહેલા સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી હતી. વર્ષો બાદ ભારતીય સેનાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યા છે.

આ મુદ્દે રતન ટાટાએ કહ્યું કે ટાટા અને એરબસને ભારતમાં વિમાન બનાવવાની મંજૂરી આપવી એ એક મોટો નિર્ણય છે જે ઉડ્ડયન પ્રોજેક્ટ્સ માટે દરવાજા ખોલશે. આ કરાર હેઠળ, એરબસ ડિફેન્સ અને સ્પેસ સાથેના કરારના 48 મહિનાની અંદર 16 વિમાનો પહોંચાડવામાં આવશે. બાકીના 40 વિમાનોનું ઉત્પાદન ભારતમાં ટાટા સાથે કરાર હેઠળ કરવામાં આવશે જેમાં 10 વર્ષ લાગશે. ઉલ્લેખનીય છે કે, C-295 એક ટ્રાન્સપોર્ટ વિમાન છે જે પાંચથી 10 ટનની ક્ષમતા ધરાવે છે. રતન ટાટાએ કહ્યું કે આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય દુનિયામાં સ્થાનિક પુરવઠાનો માર્ગ મોકળો કરવામાં પણ મદદ થશે.

Related posts

ભારતના દરેક ગામના રમતગમત મહારથીને ઓળખવા જરૂરીઃ મોદી

saveragujarat

આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ગાંધીનગર ના ઝુંડાલ ગામે યુવકો જિલ્લા યુવા ઉપપ્રમુખ પાર્થ પટેલની આગેવાની મા ૧૦૦ થી વધારે યુવાનો ગુજરાત પ્રદેશના નેતા શ્રી ઈસુદાનભાઈ ગઢવી, નેતા શ્રી મહેશભાઈ સવાણી,નેતા શ્રી વિજયભાઈ સુવાળા હસ્તે આમ આદમી પાર્ટી માં જોડાઈ ને ભાજપ- કોગ્રેસ માં મોટું ગાબડું પાડ્યું.

saveragujarat

‘વ્હીલચેર નહીં પણ દોડવા માટે જાણે પગ આપી દીધા હોય એવો ઉત્સાહ EVM સુધી જતા અનુભવાયો’ – જોરૂભાઈ પટેલ

saveragujarat

Leave a Comment