Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજકોટમાં ક્રિકેટ કોચિંગના નામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવી

સવેરા ગુજરાત,રાજકોટ,તા.૧૧
રાજકોટ લવ જેહાદ કેસઃ રાજકોટમાં ક્રિકેટ કોચિંગના નામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવવાના કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જાે લેવા હેબિયસ કોપર્સની અરજી કરી હતી. જાેકે કોર્ટમાં યુવતીએ મુસ્લિમ યુવક સાથે જવાની ના પાડી હતી. આ તરફ હાઇકોર્ટે મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી ફગાવી યુવતીને નારી સંરક્ષણમાં મોકલી આપી છે. ક્રિકેટ કોચિંગના નામે મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવવાના રાજકોટ લવ જેહાદ કેસમાં મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જાે લેવા હેબિયસ કોપર્સની હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ તરફ કોર્ટમાં યુવતીએ મુસ્લિમ યુવક સાથે જવાની ના પાડી હતી. યુવતીએ કહ્યું કે, હું મારા કેરિયર પર ફોકસ કરવા માંગુ છું. આ સાથે નારી સંરક્ષણ ગૃહમાં જ રહેવાની યુવતીએ કોર્ટમાં વિનંતી કરી હતી. જેને લઈ યુવતીને નારી સંરક્ષણમાં મોકલી અપાઈ છે. મહેબુબ બુખારીએ યુવતીનો કબ્જાે લેવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી કરી હતી. જાેકે કોર્ટમાં યુવતીએ કહ્યું કે, યુવક સાથે જવાની ના પાડી અને પોતાના કેરિયર પર ફોકસ કરવાનું જણાવ્યું હતું. આ સાથે યુવતીએ નરી સંરક્ષણ ગૃહમાં જ રહેવાની કોર્ટમાં વિનંતી કરી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં જ યુવતીના માતા-પિતાએ યુવતીને ફસાવીને મુસ્લિમ યુવકે બળાત્કાર કર્યાની ફરીયાદ કરી હતી. જાેકે યુવતીએ માતા-પિતાની ફરિયાદ ખોટી ઠેરવતા કોર્ટે યુવતીને નારી સંરક્ષણમાં મોકલી છે. માતા-પિતાએ જણાવ્યું હતું કે, અત્યારે અમારી દીકરી રિયા (નામ બદલ્યું છે) કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. રિયાને નાનપણથી જ ક્રિકેટનો શોખ હોવાથી અમે શહેરમાં ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીનો સંપર્ક કર્યો હતો. રિયા જ્યારે ૧૭ વર્ષની હતી, ત્યારે અમે તેને ક્રિકેટ કોચિંગમાં મોકલી હતી. આ અમારી સૌથી મોટી ભૂલ હતી. ક્રિકેટ કોચિંગમાં રિયાને ક્રિકેટ શીખવવાને બદલે મહેબૂબ બુખારીએ તેને ફોસલાવીને પ્રેમ જાળમાં ફસાવી. જે બાદ મહેબૂબે તેનું બ્રેઇનવોશ કરી નાખ્યું. રિયાના પિતાએ જણાવ્યું હતું કે, આજે રિયા ૨૧ વર્ષની થઈ ગઈ છે. તે ઘરે હોય ત્યારે મસ્જિદ જાય છે અને નમાજ પણ પઢે છે. અમે તેને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કોઈવાત સમજવા જ તૈયાર નથી. હું જ્યારે મહેબૂબ પાસે વાત કરવા ગયો ત્યારે તેણે મને હાથ પગ ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, ‘તારી છોકરી ૧૭ વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજારું છું, તારાથી થાય તે કરી લેજે’. તેમણે જણાવ્યું કે, રિયા વારંવાર એવું કહે છે કે મારી જિંદગી તો હવે બરબાર થઈ ગઈ છે. હું બીજા સાથે લગ્ન કરીશ તો મહેબૂબ મને પતાવી દેશે અને જાે હું મહેબૂબ સાથે રહીશ તો એ મારી જિંદગીને નર્ક બનાવી નાખશે. મારી ક્રિકેટર બનવાની કારકિર્દી પણ રોળાઇ ગઇ છે. રિયાની માતાએ જણાવ્યું કે, મહેબૂબની ઉશ્કેરણી અને ધમકીને કારણે રિયાએ ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના સોનાના ઘરેણાંની ચોરી કરીને મહેબૂબને આપી દીધા હતા અને રોકડ પણ ચોરી કરીને મહેબૂબને આપતી હતી. રિયા ૨૬ જૂનથી ગાયબ થઈ ગઈ છે. અમે આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ અગાઉ સગીરા પરિવારને છોડીને જતી રહી હતી. જેને પાછી લાવવા માટે સમાજના લોકો સાથે યુવતીના માતા-પિતાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. જે બાદ મહેબૂબ બુખારીને ઝડપી પાડી પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે તેના માતા-પિતા ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. જાેકે માતા-પિતાના મહેબૂબ બુખારી પર આક્ષેપ બાદ યુવતી કોર્ટમાં હાજર થઈ હતી. અગાઉ જ્યારે યુવતી કોર્ટમાં હાજર થઈ ત્યારે યુવતીએ તો પોતાના માતા-પિતાને જ ખોટા ગણાવ્યા છે સાથે જ મહેબૂબ બૂખારી પર લાગેલા આક્ષેપો પણ ખોટા ગણાવ્યા હતા.

Related posts

આજે વિશ્વ માતૃભાષા દિવસ, ગુજરાતી ભાષાનોઅનેરો ઈતિહાસ કેટલી ભાષાઓમાંથી બનેલી છે ગુજરાતી આવો જાણીએ.

saveragujarat

૧૩૨ યાત્રીકોને જતું ચાઇનાનું વિમાન બોઇંગ ૭૩૭ ક્રેશની ઘટનામાં તમામના મોત

saveragujarat

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

saveragujarat

Leave a Comment