Savera Gujarat
તાજા સમાચારવિદેશ

તાલિબાન મહિલાઓને ક્રિકેટ રમવાની મંજૂરી નહીં આપે તો અફઘાનિસ્તાનની પુરુષ ટીમ સામેની મેચ પણ રદઃ ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા અને તાલિબાન વચ્ચે હવે ક્રિકેટના મુદ્દે ટકરાવના એંધાણ મળી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા સ્પષ્ટપણે કહ્યુ છે કે, જો અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્રિકેટ રમવાની આઝાદી નહીં મળી તો અફઘાનિસ્તાની પુરુષ ટીમ સાથે અગાઉથી નક્કી થયેલી એક માત્ર ટેસ્ટ નહીં રમે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ આ નિવેદન તાલિબાનના સાંસ્કૃતિક આયોગના નિવેદન બાદ આવ્યુ છે.આયોગના ઉપાધ્યક્ષ અહમદુલ્લાહ વાસિકે કહ્યુ છે કે, મહિલાઓ માટે ક્રિકેટ રમવુ જરુરી નથી.કારણકે ક્રિકેટમાં મોઢુ અને શરીર ઢાંકી શકાતુ નથી અને ઈસ્લામ મહિલાઓને આ રીતે દર્શાવવાની પરવાનગી નથી આપતો.મીડિયાના યુગમાં ફોટો અને વિડિયો પણ વાયરલ થતા હોય છે ત્યારે અમે એવી કોઈ રમત રમવાની મંજુરી નહીં આપીએ જેમાં શરીર દેખાતુ હોય.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ કહ્યુ છે કે, અમારુ માનવુ છે કે, રમત બધા માટે છે અને દરેક સ્તરે મહિલાઓને પણ રમવાનો અધિકાર છે.મીડિયા રિપોર્ટ પ્રમાે જો અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્રિકેટ રમવાનો અધિકારી નહીં હોય તો હોબાર્ટમાં 27 નવેમ્બરથી અફઘાનિસ્તાનની પુરુષ ટીમ સામે યોજાનારી એક માત્ર ટેસ્ટ નહીં રમાય.

Related posts

રાજસ્થાનના પાલી પાસે ટ્રેકટરમાં રામદેવપીરના દર્શન કરવા ગયેલા ગુજરાતના યાત્રાળુનો અકસ્માત સર્જાતાં ચારના મોત ઃ રપ ઇજાગ્રસ્ત

saveragujarat

જો તમે અંબાજી દર્શન કરવા જવાનો પ્લાન કરતા હોય તો સૌથી પહેલા આ વાંચી લેજો, તંત્ર દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય…

saveragujarat

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની તસ્વીરો સામે આવી

saveragujarat

Leave a Comment