Savera Gujarat
તાજા સમાચારભારત

જો તમે અંબાજી દર્શન કરવા જવાનો પ્લાન કરતા હોય તો સૌથી પહેલા આ વાંચી લેજો, તંત્ર દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય…

બનાસકાંઠાના અંબાજી તરફ તમારું પોતાનું વાહન લઈને જતા હો તો એક સાવચેતી ખાસ રાખજો કારણકે, અંબાજી બાજુનો એક માર્ગ બંધ કરવાનો વહીવટી તંત્રે નિર્ણય લીધો છે.વહીવટી તંત્રએ દાંતા-અંબાજી માર્ગ બંધ કરી દીધો છે. જ્યાં ખાનગી વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

અંબાજીમાં ભાદરવા મહિનાનું અને ખાસ કરીને ભાદરવી પૂનમનું મહાત્મ્ય વિશેષ છે અત્યારે, વિવિધ સંઘ અંબાજી તરફ પદયાત્રાના માર્ગે છે.આ સિવાય કેટલાય શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પદયાત્રાએ હોય છે આવા સંજોગોમાં દાંતાથી અંબાજી તરફ જવાનો માર્ગ ખાનગી વાહનો માટે બંધ કરવમાં આવ્યો છે. હડાદ નજીક એક અજાણ્યા વાહનની ટક્કરથી ત્રણ પદયાત્રીઓના મોત નિપજ્યા બાદ વહીવટી તંત્રએ પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખતા આ નિર્ણય લીધો છે.જિલ્લા વહીવટી તંત્રએ હડાદ -દાતા-અંબાજી રસ્તો બંધ કરી દેતા વહીવટી તંત્રની ટીકા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમનો મેળો રદ્દ થયો હોવા છતાં મોટી સંખ્યામાં શ્રધાળુઓ અંબાજી તરફ જઈ રહ્યા હોવાના પરિણામે વહીવટી તંત્રને આવો નિર્ણય લેવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિરે યોજાનારો ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાયાની ઘોષણા થઇ ચુકી છે.પરંતુ મંદિર ભાવિકો માટે ખુલ્લું રહેવાના વહીવટી તંત્રના નિર્ણયથી ભાવિકોમાં ખુશીનો માહોલ છે. આ દરમિયાન બે વર્ષ પછી શ્રદ્ધાળુઓ પદ્યાત્રાથી અંબાજી પહોચવા ભારે ઉત્સાહિત છે. આ પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતા જિલ્લા વહીવટી તંત્રે જાહેરનામું બહાર પાડી દાંતાથી અંબાજી તરફનો માર્ગ ખાનગી વાહન ચાલકો માટે બંધ કરાયો છે.

Related posts

બે પોલીસ કર્મચારી ૫૦ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

saveragujarat

સાબરકાંઠા : વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું

saveragujarat

સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સી.પી.આર ટ્રેનિંગ કેમ્પ યોજાયો

saveragujarat

Leave a Comment