Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની તસ્વીરો સામે આવી

નવી દિલ્હી, તા.૧૬
અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. મંદિર નિર્માણનું કામ ઝડપી ચાલી રહ્યું છે. ડિસેમ્બર ૨૦૨૩માં મંદિરના પ્રથમ ફેઝનું કામ પુરુ થઈ જશે. જાન્યુઆરી ૨૦૨૪માં એટલે કે, મકરસંક્રાંતિના શુભ મુહૂર્તમાં ભગવાન રામ પોતાના ભવ્ય ગર્ભગ્રહમાં વિરાજમાન થઈને દિવ્ય દર્શન આપશે. મંદિર નિર્માણની પ્રગતિને લઈને દરેક રામભક્ત ઉત્સાહિત છે. દરેક રામ ભક્તની અંદર એવી ઈચ્છા હોય છે કે, આખરે રામમંદિર કેટલું બનીને તૈયાર થયું છે. સમય સમય પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય મંદિર નિર્માણની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. પણ આજે અમે અહીં આપને રામ મંદિર નિર્માણ સાથે જાેડાયેલી તસ્વીરો બતાવીશું. જેને આજ સુધી આપે જાેઈ નહીં હોય. તો આવો જાણીએ કેટલુ પુરુ થયું છે ભગવાન રામનું મંદિર. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિર હવે આકાર લેતું દેખાઈ રહ્યું છે. મંદિરનું પ્રથમ ફેજનું કામ લગભગ ૭૫ ટકા પુરુ થઈ ચુક્યું છે. એટલું જ નહીં ૧૬૭ થાંભલા મંદિરમાં લગાવવામાં આવ્યા છે. મે અને જૂનમાં ભગવાન રામની છતનું નિર્માણ કાર્ય શરુ થઈ જશે. અયોધ્યામાં રામ મંદિર નાગર શૈલીમાં બનાવામાં આવી રહ્યું છે. જેમાં નાગર શૈલીમાં મંદિરમાં લગાવવામાં આવેલ બંસી પહાડપુરના પથ્થરો પર નકસી કામ થઈ રહ્યું છે. સરયૂની જળધારાને રોકવા માટે મંદિરની ચારેતરફ રિટેનિંગ વોલ બનાવામાં આવી રહી છે. જેનાથઈ મંદિર હજારો વર્ષ સુરક્ષિત રહેશે. મંદિર પરિસરમાં જ પરકોટાનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યાં ભગવાન રામના કુલદેવતાનું મંદિર બનાવામાં આવશે. આ ઉપરાંત કોટમાં ભગવાન રામના જીવન પર આધારિત પ્રસંગોનું ચિત્રણ પણ કરવામાં આવશે. જે શ્રદ્ધાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ એજ જગ્યા છે, જ્યા ભગવાન રામનો જન્મ થયો હતો, જ્યાં રામમંદિરમાં ગર્ભગૃહ પણ આકાર લેતું દેખાઈ રહ્યું છે. રામમંદિરનું નિર્માણ કાર્ય એક વર્ષની અંદર પુરુ થવાની સંભાવના છે.

Related posts

સેન્સેક્સમાં ૨૧૩, નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

saveragujarat

અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતાં બે શખ્સોને ૨૧ ગ્રામ એમડી ડ્રગ્સ સહિત ૭.૫૯ લાખની રોકડ સાથે ઝડપાયાં

saveragujarat

રાજ્યમાં કોંગ્રેસના ખરાબ દેખાવ માટે અનેક ખામી જવાબદાર : ગેહલોત

saveragujarat

Leave a Comment