Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

રાજસ્થાનના પાલી પાસે ટ્રેકટરમાં રામદેવપીરના દર્શન કરવા ગયેલા ગુજરાતના યાત્રાળુનો અકસ્માત સર્જાતાં ચારના મોત ઃ રપ ઇજાગ્રસ્ત

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૦
રાજસ્થાનના પાલી ખાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના ચાર યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ પીએમ મોદી એ પણ ટ્‌વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તમામ યાત્રિકો ટ્રેક્ટરમાં સવાર થઈને રામદેવપીરના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ચાર લોકોનાં મોત થઈ ગયા હતા. આ બનાવમાં અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે.
મળતી માહિતી પ્રમાણે ચાર લોકોનાં બનાવ સ્થળે મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહો ક્ષતવિક્ષત થઈ ગયા હતા. મૃત્યાંક વધવાની પૂરી સંભાવના છે. પીએમ મોદીનું ટ્‌વીટઃ અકસ્માતની ઘટના પર પીએમ મોદીએ ટ્‌વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ લખ્યુ છે કે, “રાજસ્થાનના પાલી ખાતે થયેલો અકસ્માત ખરેખર દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં હું મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના.” અકસ્માતની આ ઘટના રાજસ્થાનના પાલી વિસ્તારના સુમેરપુરના પાલડી રોડ પર થઈ હોવાની માહિતી મળી રહી છે. જેમાં ચાર લોકોનાં સ્તળ પર મોત થયા છે. જ્યારે ૨૫ જેટલા ઘાયલ યાત્રિકોને તત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


શુક્રવારે રાત્રે ગુજરાતમાંથી રામદેવપીરના દર્શન જઈ રહેલું એક ટ્રેક્ટર ટ્રકની અડફેટે આવી ગયું હતુ. ટ્રેક્ટરની ટ્રોલીમાં ૩૦થી વધારે યાત્રિકો સવાર હતા. અકસ્માત એટલે જાેરદાર હતો કે, ચાર લોકોનાં સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને સ્થાનિકોની મદદથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલોને સુમેરપુર અને શિવગંજ અને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક વિગત અનુસાર, તમામ યાત્રિકો બનાસકાંઠાના દાંતાના કુકડી ગામના રહેવાસી હતા, જેઓ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. ઘટનાની જાણ થતા સુમેરપુરના ધારાસભ્ય જાેરારામ કુમાવત, એસડીએમ, અને ડીએસપી પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. ટ્રક અને ટ્રેક્ટરની ટક્કર એટલી જાેરદાર હતી કે ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે અલગ અલગ જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

Related posts

તમે મને જે સંસ્કાર, શિક્ષા, સમાજ માટે જીવવાની શક્તિ આપી તેના કારણે જ ૮ વર્ષ માતૃભૂમિની સેવામાં મેં કોઈ કસર બાકી નથી રાખી ઃ પ્રધાનમંત્રી મોદી

saveragujarat

જામનગરમા મૈત્રી લેડીઝ કલબ દ્વારા આયુષ્માન કાર્ડ અને ઇ-શ્રમ કાર્ડનો કેમ્પ યોજાયો.

saveragujarat

સુરતમા ભાજપ-આપ નુ શાબ્દીક યુધ્ધનુ રણશીંગુ ફુકાયુ.ભાજપ વાળા રામના નામે રાવણ જેવા કામ કરેછે તમને રસ્તે દોડાવી દોડાવી ને મારીશુ-ધર્મેશ ભંડારી

saveragujarat

Leave a Comment