Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજન

નુસરત જહાંને બાળકના પિતા અંગે પુછવામાં આવ્યો સવાલ, તેનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા

TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) પોતાના અંગત જીવન માટે છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. ગયા મહિને માતા બન્યા બાદ નુસરત બુધવારે દેખાઈ હતી. કોલકાતામાં એક કાર્યક્રમમાં નુસરત જોવા મળી હતી. આ દરમિયાન નુસરતને ઘણા વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે એક પત્રકારે નુસરતને તેના બેટર હાફ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, ‘આ એક ખૂબ જ અસ્પષ્ટ પ્રશ્ન છે અને બાળકનું પિતા કોણ છે આ સવાલ પૂછવો એ કોઇ પણ મહિલાના ચારિત્ર્ય પર કાળો ધબ્બો લગાવવા સમાન છે. બાળકના પિતાને ખબર છે કે તે પિતા છે અને અમે બંને મળીને પેરેન્ટ્સહૂડને એન્જોય કરી રહ્યા છીએ.

જ્યારે કોઇએ પુછ્યુ કે તેમના દિકરાની ઝલક ક્યારે જોવા મળશે તો નુસરતે જણાવ્યુ કે, આ સવાલ તમારે તેના પિતાને પુછવો જોઇએ કારણે કે તે કોઇને પોતાનો દિકરો નથી બતાવવા માંગતો. પોતાના મધરહૂડ એક્સપિરિયન્સ વિશે નુસરતે જણાવ્યુ કે, આ નવી જીંદગી છે, એવું લાગે છે કે જાણે નવી શરૂઆત થઇ છે. નુસરતે એ પણ જણાવ્યુ કે તેના દિકરાનું નામ યિશાન રાખ્યુ છે.

ગત અઠવાડિયે નુસરતે પોતાના નવા લુકની તસવીર શેયર કરતા ટ્રોલર્સને જવાબ આપ્યો હતો. તેણે પોતાની એક તસવીર શેયર કરતા ફોટો ક્લિક કરવાની ક્રેડિટ બાળકના પિતાને આપી. આ સાથે જ નુસરતે કેપ્શન લખ્યુ કે, જેની તમે સલાહો નથી લેવા માંગતા તેમની આલોચનાઓ પણ ન લો.

પ્રેગ્નેન્સી દરમિયાન નુસરતને ઘણી વાર એક્ટર યશ દાસગુપ્તા સાથે સ્પોટ કરવામાં આવી હતી. એટલું નહી નુસરતને ડિલીવરી વખતે હોસ્પિટલ પણ યશ લઇને ગયા હતા અને બંને સાથે બેબીને લઇને ઘરે ગયા હતા.

નુસરતે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એટલું જ નહીં પણ લગ્ન બાદ પણ બંને સાથે જ રહેતા હતા. પરંતુ બાદમાં અચાનક બંને વચ્ચે અણબનાવના સમાચારો સામે આવવા લાગ્યા અને પછી એક દિવસ નુસરતે નિવેદન આપ્યુ તે તેમણે નિખિલ સાથે કાયદાકીય રીતે લગ્ન નથી કર્યા. બે અલગ અલગ ધર્મના લોકોના લગ્ન માટે સ્પેશિયલ મેરિજ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે પરંતુ એવું નથી થયુ એટલે આ લગ્ન ગેરકાયદેસર છે.

Related posts

એક જ દિવસમાં રાજ્ય સરકારે ૯,૮૫૨ કરોડના એમઓયુ

saveragujarat

સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો હવે ડિજિટલ ડૉક્ટરની સેવાનો લાભ લઇ શકશે

saveragujarat

૧૫૧.૨૭ કરોડના ખર્ચે પાલનપુર અને મહેસાણામાં નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ મંત્રી દર્શના જરદોશના હસ્તે લોકાર્પ૧૫૧.૨૭ કરોડના ખર્ચે પાલનપુર અને મહેસાણામાં નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ મંત્રી દર્શના જરદોશના હસ્તે લોકાર્પ૧૫૧.૨૭ કરોડના ખર્ચે પાલનપુર અને મહેસાણામાં નવનિર્મિત રેલવે ઓવર બ્રિજ મંત્રી દર્શના જરદોશના હસ્તે લોકાર્પ

saveragujarat

Leave a Comment