Savera Gujarat
ભારતરમત ગમત

ધોની ટીમ ઈન્ડિયાના મેન્ટર બન્યા તો ગાવસ્કરે કહ્યું કે, હું પ્રાર્થના કરી રહ્યો છું કારણ કે.!!!

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને T20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ ઈન્ડિયાના માર્ગદર્શક એટલે કે મેન્ટર બનાવવામાં આવ્યા છે. સુનીલ ગાવસ્કરે ધોનીના ભારતીય ટીમમાં જોડાવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ધોની અને કોચ રવિ શાસ્ત્રી વચ્ચે વ્યૂહરચનાને લઈને બંનેની જોડી ફિટ થશે તો તે ટીમ માટે અદભૂત હશે.

ગાવસ્કરે જણાવ્યું કે રવિ શાસ્ત્રી જાણે છે કે MS ધોનીને કોચિંગમાં ઓછો રસ છે. જો રવિ શાસ્ત્રી અને ધોનીની જોડી બંધબેસે તો ભારતને ઘણો ફાયદો થશે. તેમણે કહ્યું કે તેમની પાસે ઘણો અનુભવ છે, તે બધું જાણે છે. MS ધોની કેપ્ટન હતો ત્યારે તેમના કરતા મોટો ‘વિનાશક’ ખેલાડી કોઈ નહોતો.

જણાવી દઈએ કે ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ભારત માટે 350 વનડે, 98 ટી 20 આંતરરાષ્ટ્રીય અને 90 ટેસ્ટ મેચમાં 17266 રન બનાવ્યા હતા. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા ત્રણ ICC ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.

Related posts

અંગદાનમાં મળેલાં અંગોને VVIP કરતાં પણ વધુ ઝડપે ગ્રીનકોરિડોર દ્વારા એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે -ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી

saveragujarat

૧૪ મહિનામાં ૭૫ ટકા સુધી વધી ગયા સીએનજીનાં ભાવ

saveragujarat

વાવાઝોડાનો કહેર ઃ કચ્છ-દ્વારકામાં ભારે પવન અને વરસાદથી મોટું નુકસાન

saveragujarat

Leave a Comment