Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

વડાપ્રધાન દ્વારા ગત વર્ષે ૧૫ નવેમ્બર બિરસા મુંડા જયંતીના દિવસે પીએમ- જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદીવાસી ન્યાય મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

સવેરા ગુજરાત, અમદાવાદ  ,તા.15

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના શિયાળ ગામે ૧૫મી જાન્યુઆરીએ પીએમ- જનમન અભિયાન કાર્યક્રમ યોજાશે
નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી બાવળા તાલુકાના શિયાળ ગામના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
વડાપ્રધાન દ્વારા ગત વર્ષે ૧૫ નવેમ્બર બિરસા મુંડા જયંતીના દિવસે પીએમ- જનમન પ્રધાનમંત્રી જનજાતિ આદીવાસી ન્યાય મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

પીએમ- જનમનનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિના અતિ પછાત (PVTG) સમુદાયના લોકોને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવાનો છે.

અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે બાવળા, વિરમગામ અને ધંધુકા તાલુકાના ગામોમાં અંદાજીત ૧૭,૦૦૦ જેટલા પઢાર જાતીના લોકો વસવાટ કરે છે.

અમદાવાદ જિલ્લામાં પીએમ- જનમન અંતર્ગત PVTG સમુદાય (પઢાર જાતી)ની વસ્તી ધરાવતા દુર્ગી, દેવડથલ, શિયાળ અને શાહપુર ગામે ૧ થી ૩ જાન્યુઆરી દરમ્યાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

એટલું જ નહિ પીએમજનમન શરૂ થયું ત્યારથી અમદાવાદ જિલ્લામાં આજ દિન સુધી વિવિધ યોજનાઓ પૈકી આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, પી.એમ કિસાન સન્માન નીધી, પી.એમ-જનધન યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, જાતિ પ્રમાણપત્ર, રાશન કાર્ડ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) જેવી યોજનાઓમાં અંદાજીત ૪૦૦૦ જેટલા લોકોને લાભ આપવામાં આવ્યાં છે.

૧૫ જાન્યુઆરીના રોજ પીએમ- જનમન અંતર્ગત જિલ્લા કક્ષાનો વડાપ્રધાનશ્રી દ્વારા સંવાદ કાર્યક્રમ
બાવળાના શિયાળ ગામે આવેલી
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જોડાશે. આ કાર્યક્રમમાં સરકારી વિભાગોના વિવિધ યોજનાકિય માહિતી અને લાભો આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રીશ્રી ડૉ.ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને યોજાશે. આ ઉપરાંત સંસદસભ્યશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.

Related posts

૨૬મીએ વસ્ત્રાલ ખાતે ૧૧૦૦ કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ યોજાશે

saveragujarat

ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ, આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે આ મોટો નિર્ણય…

saveragujarat

અમદાવાદમાં યોજાનાર અર્બન-2નો લોગો, વેબસાઇટ, વેલકમ સોંગનું લોન્ચિંગ કરતા રાજ્યના મુખ્યમંત્રી

saveragujarat

Leave a Comment