Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૨૬મીએ વસ્ત્રાલ ખાતે ૧૧૦૦ કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ યોજાશે

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૩
આધ્યાત્મિક ધ્યાન યોગની સાથે યજ્ઞ દ્વારા ભારતીય મૂળ તત્વને લોકો સાથે જાેડવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય વિહંગમ યોગ સંત સમાજ ગુજરાત દ્વારા શહેરમાં વસ્ત્રાલ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૧૦૦ કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માધવફાર્મ પાર્ટી પ્લોટ, એસપી રિંગરોડ, વસ્ત્રાલ ખાતે ૫ હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં રવિવારે સવારે ૧૦થી ૧૨ વાગ્યા સુધી આ મહાયજ્ઞ યોજાશે. ત્યારબાદ સાંજે ૬ વાગ્યાથી સત્સંગ સમારોહ યોજાશે. સંસ્થાનના પ્રદેશ અધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે, આ મહાયજ્ઞ તેમજ સત્સંગ આધ્યાત્મ માર્તન્ડ વિહંગમ યોગી અનંત સદગુરૂ સ્વતંત્ર દેવજી મહારાજના નેતૃત્વમાં સમ્પન્ન થશે. કાર્યક્રમની માહિતી આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, સવારે ૮.૪૫ કલાકે શ્વેત ધ્વજારોહણ કરાશે અને ત્યારબાદ ૧૦ કલાકે યજ્ઞ યોજાશે. જ્યારે સાંજે ૪ કલાકે ભજન ર્કિતન, ૫ કલાકે સંત વિજ્ઞાનદેવજી મહારાજની દિવ્યવાણી અને સાંજે ૭.૩૦ કલાકે આચાર્ય સ્વતંત્રદેવજી મહારાજની અમૃતવાણી યોજાશે. કિશનલાલજી મહારાજે જણાવ્યું કે, શરીરની સ્વસ્થતા માટે યજ્ઞ જરૂરી છે. તેની સાથે જ આપણી મનોકામના પૂર્તિ માટે, સમયસર વરસાદ થાય તે માટે, વાયુમંડળ શુદ્ધ અને પવિત્ર થાય તે માટે, શરીર સ્વસ્થ અને નિરોગી થાય તે માટે, અન્નની ઉપજ વધારવા માટે તેમજ વિશ્વશાંતિ માટે યજ્ઞ કરવામાં ખુબજ જરૂરી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજીએ આજે હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર  વી. ડી.. ઝાલાના સમર્થનમાં એક વિશાળ રોડ શો યોજ્યો

saveragujarat

ભારતની પ્રથમ ગુજરાતી એનિમેટેડ ફિલ્મ ‘શ્રીમદ્રા જચંદ્ર’ની આઈનોકસ આર વર્લ્ડમાં પ્રસ્તુત

saveragujarat

સેન્સેક્સમાં ૪૯ અને નિફ્ટીમાં ૧૩ પોઈન્ટનો વધારો થયો

saveragujarat

Leave a Comment