Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

મોટનાથ લેક ઝોનમાં સવારી કરી રહેલ બોટ પલ્ટી : શિક્ષિકાઓ સહિત 15ના મોત

સવેરા ગુજરાત,વડોદરા તા.18

લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ 20 થી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફર મચી ગઈ છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત 16ના મોત નીપજયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા લેક ઝોનમાં મોટી હોનારત થઈ છે. સ્કૂલના 20 થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા તંત્ર દોડતું થયું હતું. તળાવ ખાતે લોક ટોળાં ઉમટી પડ્યા હતા. તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષિકાઓ સહિત 16ના મોત થયા છે. મળતી માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી મોત નાથ લેખ ઝોનમાં લવાયા હતા. જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફરાવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન એકાએક બોટ પલટી ખાઈ જતા 20 થી વધુ બાળકો અને શિક્ષિકાઓ ડૂબી ગયા હતા બુમરાણ મચતા જ સ્થળ પર લોક ટોળાં ઉમટી પડ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તળાવમાં ફાયર બોટ ઉતારી ડૂબેલા બાળકો અને શિક્ષિકાઓને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત કુલ મૃત્યુ આંક 16 ના મોત થયા છે. જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતા જ પરિવારજનો પણ લેક ઝોન તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે. અત્રે નોંધનીય બાબત છે કે વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી. જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું. જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુરસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું હતું તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તળાવમાં ખાબક્યા હતા. ગુરૂવારના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે.

Related posts

નોટબંધીના ર્નિણયને પડકારતી તમામ અરજીઓ સુપ્રીમે ફગાવી

saveragujarat

તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા

saveragujarat

પત્નીના અસહ્ય ત્રાસથી પતિએ જાત જલાવી મોતને વ્હાલું કર્યું

saveragujarat

Leave a Comment