Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

માં અંબાના મંદિરમાં પતંગનો શણગાર

સવેરા ગુજરાત,અંબાજી ,તા.14

 

 વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યુ હતું.

જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે જે દેશના 51 શક્તિપીઠમાં સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે આજે ઉત્તરાયણ નો પર્વ હોવાથી અંબાજી મંદિર ખાતે રંગબેરંગી પતંગો નો શણગાર જોવા મળ્યો હતો. ખેડબ્રહ્મા ના ભક્તો દ્વારા ઉતરાયણના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં આવીને રંગબેરંગી પતંગો નો શણગાર કરવામાં આવે છે.
આ પતંગોમાં પ્લાસ્ટિકની, કાગળની માછલી આકારની, ચીલ, ફુદ્દા સહિતની નાની મોટી પતંગોનો શણગાર કરવામાં આવે છે અને અંબાજી મંદિર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે પતંગોના શણગાર થયા બાદ. પતંગ ઉપર જય અંબે લખેલું પણ જોવા મળી રહ્યું છે

Related posts

યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું

saveragujarat

૨૦૦૦ની નોટ બદલવા માટે કોઈ આઈડી બતાવવાની જરૂર રહેશે નહીં

saveragujarat

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

saveragujarat

Leave a Comment