Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી ગાંધીનગર પાસે મંદિરમાં સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થયા

સવેરા ગુજરાત,ગાંધીનગર, ,તા.14

ગાંધીનગર,  : અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ
યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/
૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
ગુજરાત વડાપ્રધાન ના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન સફાઈ અભિયાન નું જન આદોલન હાથ ધરાયું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
આ રાજ્યવ્યાપી અભિયાન માં રવિવાર, ૧૪ જાન્યુઆરી ,મકર સંક્રાંતિ ના દિવસે સવારે ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા.

તેમણે મંદિર પરિસર ની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજી ના દર્શન અર્ચન કર્યા હતા.

ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠન ના અગ્રણીઓ આ અભિયાન માં જોડાયા હતા.

Related posts

આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના

saveragujarat

અંગદાનમાં મળેલાં અંગોને VVIP કરતાં પણ વધુ ઝડપે ગ્રીનકોરિડોર દ્વારા એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે -ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી

saveragujarat

મેક્સિકોમાં કાર રેસિંગમાં અંંધાધૂંધ ફાયરિંગ કરાયું

saveragujarat

Leave a Comment