Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

યુક્રેન સંકટ પર ભારતના વલણને ક્વાડ દેશોએ સ્વીકાર્યું

 

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ રવિવારે કહ્યું કે ક્વાડના સભ્ય દેશોએ યુક્રેન સંકટ પર ભારતના સ્ટેન્ડને સ્વીકારી લીધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેનમાં સંઘર્ષને ખતમ કરવાની અપીલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ ફારેલે આ નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની સોમવારે થનારી ડિજિટલ સમિટના એક દિવસ પહેલા આવ્યું છે. આ સમિટમાં બંને દેશો વચ્ચે યુક્રેનની સ્થિતિ પર ચર્ચા થવાની સંભાવના છે.
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે મીડિયાને કહ્યું કે ક્વાડ દેશોએ ભારતના વલણનો સ્વીકાર કર્યો છે. અમે સમજીએ છીએ કે દરેક દેશનો એક દ્વિપક્ષીય સંબંધ છે. ભારતીય વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી મોદીની આ ટિપ્પણીઓથી સ્પષ્ટ છે કે તેમણે સંકટને ખતમ કરવાની અપીલ કરવા માટે પોતાના સંપર્કોનો ઉપયોગ કર્યો છે. યુક્રેનમાં રશિયાના સ્પેશિયલ મિલેટ્રી ઓપરેશન પર ભારતના સ્ટેન્ડથી પશ્ચિમી દેશોમાં બેચેની છે. રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાના ભારતના ર્નિણયથી તેમની આ બેચેની વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરની ટિપ્પણીથી અલગ જાેઈએ તો યુક્રેન મામલે ભારતનું વલણ ૧૯૫૭માં તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા અપનાવવામાં આવેલી નીતિથી પ્રેરિત જાેવા મળે છે. તે વખતની નહેરુ નીતિ હેઠળ બે કે વધુ દેશોમાં યુદ્ધ થવા પર ભારત કોઈ એકનો પક્ષ લેતું નહતું કે ન તો કોઈની ટીકા કરતું હતું. તેની જગ્યાએ તે સંબંધિત પક્ષોને વાતચીત માટે પ્રોત્સાહિત કરીને સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતું હતું.

Related posts

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જંગી જાહેર સભાને સંબોધતા :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 

saveragujarat

દેશમાં લોકોએ બિસ્કિટ, તેલ, કરિયાણાની ખરીદી વધારી દીધી

saveragujarat

ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી

saveragujarat

Leave a Comment