Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વરિષ્ઠ પત્રકાર પંડિત શિવ કુમાર ડી શર્માને ભારતીય મૈથિલ બ્રાહ્મણ કલ્યાણ મહાસભાના ગુજરાત રાજ્યના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨
ભારતીય મૈથિલ બ્રાહ્મણ કલ્યાણ મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશોક બાબુલાલ પંડિતજી દ્વારા તેમના નિવાસ સ્થાને ગુજરાત રાજ્ય કાર્યકારિણીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.તે બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય પંડિત સુરેન્દ્ર શર્માજીએ આ બેઠકમાં પોતાની વિશેષ હાજરી નોંધાવી હતી. અશોક બાબુલાલ પંડિતજીએ જાહેરાત કરી કે પંડિત શ્રી શિવ કુમાર શર્મા જી (વરિષ્ઠ પત્રકાર અને સવેરા ગુજરાતના મુખ્ય તંત્રી અને અગ્રણી સામાજિક કાર્યકર) ની ગુજરાત રાજ્યના મહાસચિવ પદ પર નિમણૂક કરવામાં આવી છે. આ બેઠકમાં પંડિત શ્રી શિવકુમાર શર્માજીએ કહ્યું કે મને આ એક સમાજ કલ્યાણ માટે ખુબજ મહત્વની જવાબદારી આપવામાં આવી છે.હું મારી આ જવાબદારી નિભાવવા માટે તન,મન અને ધનથી શક્ય તમામ પ્રયત્નો કરીશ.ભારતીય મૈથિલ બ્રાહ્મણ કલ્યાણ મહાસભાના રાષ્ટ્રીય સ્થાપક પંડિત શિવકુમાર શર્માજી, પંડિત શ્રી સર્વેશ કુમાર શર્માજી અને રાષ્ટ્રીય કાર્ય સમિતિનો આભાર માનતા તેમણે કહ્યું કે બ્રાહ્મણ સમાજના આવા મહત્વપૂર્ણ પદ પર મને નિયુક્ત કરવા બદલ હું સમગ્ર રાષ્ટ્રીય અને રાજ્ય કારોબારીનો આભારી છું.ગુજરાત રાજ્યના તમામ મૈથિલ બ્રાહ્મણોને અપીલ કરતા શ્રી. અશોક બાબુલાલ પંડિતજીએ જણાવ્યું હતું કે ભારતીય મૈથિલ બ્રાહ્મણ કલ્યાણ મહાસભા મૈથિલ બ્રાહ્મણ સમાજના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. તથા આ બેઠકમાં આવેલ અમદાવાદ શહેર પ્રમુખ ઓમ દત્ત પાઠક, કહ્યું કે અમદાવાદના ખૂણેખૂણેથી બ્રાહ્મણ સમાજના દરેક ઉંમરના અને નાના-મોટા વ્યક્તિએ બ્રાહ્મણ સમાજ જાેડે ફરજિયાત જાેડવું જાેઈએ આગામી દિવસોમાં આના અનુલક્ષી મેથીલ બ્રાહ્મણ સમાજ ના કર્યા કરતા ડોર ટુ ડોર સભાઓ કરશે.આ બેઠકમાં ગુજરાત રાજ્યના ખજાનચી અનિલ ઈન્દ્રપાલ શર્મા જી ગુજરાત.રાજ્ય ઉધ્યક્ષ હરિશ્ચંદ્ર શર્મા, ગુજરાત રાજ્ય કાનૂની સલાહકાર હરદીપ શર્મા, અમદાવાદ શહેર મંત્રી ઈન્દ્રેશ શર્મા અને ગુજરાત રાજ્ય સોશિયલ મીડિયા ઈન્ચાર્જ પરશુરામ ઝા.અમદાવાદ શહેરના ખજાનચી દીપક શર્માજી, અમદાવાદ સંગઠન મહામંત્રી અનિલ કુમાર શર્માજી અને ગુજરાત રાજ્યના વરિષ્ઠ સલાહકાર ભોલારામ ઓઝાજીની વિશેષ ઉપસ્થિતિ નોંધવામાં આવી હતી.

Related posts

સૌરાષ્ટ્ર ના યોગી આદિત્યનાથ ગણાતા સંત ઇન્દ્રભારતી બાપુ હવે રાજકારણમાં જોડાશે

saveragujarat

આજથી શરુ થશે IPL નો બીજો તબક્કો, ધોની અને રોહિતની થશે જોરદાર ટક્કર, જાણો IPL ના સમગ્ર કાર્યક્રમ વિષે…

saveragujarat

ગુજરાતમાં ક્યારેય દારૂબંધી નહીં હટે, એના માટે બોર્ડર ક્રોસ કરવી પડશેઃ હર્ષ સંઘવી

saveragujarat

Leave a Comment