Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

ગુજરાતમાં ક્યારેય દારૂબંધી નહીં હટે, એના માટે બોર્ડર ક્રોસ કરવી પડશેઃ હર્ષ સંઘવી

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૨
ચૂંટણીના વર્ષમાં ગુજરાતમાં દારુબંધી વિશે અનેક નિવેદનબાજી થઈ રહી છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દારુબંધી અંગે નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાંથી દારુબંધી ક્યારેય હટશે નહીં. ગુજરાતમાં લાંબા સમયથી સંસ્કૃતિ વારસો અને તેનું મૂલ્ય છે. ગુજરાતમાં દારૂબંધી હટાવવાનો ર્નિણય ક્યારેક નહિ આવે. જાે કોઈ તેને ચુંટણી મુદ્દો બનાવે એ અલગ વાત છે. આના માટે બોડર ક્રોસ કરવી પડશે.
આજે એક ખાનગી કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા વાયઆઇના સભ્યોને નવરાત્રીનો લાભ લેવા નિમંત્રણ આપ્યું હતું. ત્યાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ચુંટણી લડે છે તે રાજકિય નેતા છે. તમે જે ક્ષેત્રમાં છો તેના તમે નેતા છો. તમે રાજકારણને જેટલું ગંદુ ગણો છો એટલું નથી. ૫૦ કર્મચારીના ઓફિસ અને પરિવારમાં પણ રાજકારણ હોય છે. જેટલું રાજકારણ કોર્પોરેટ ઓફિસમાં હોય છે એટલું ચૂંટણી વાળા રાજકારણમાં નથી. ૨૦૨૨ માં ચિપ કન્ડક્ટર પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યો.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પહેલા ગુજરાતના રસ્તા સારા હતા હવે આખા દેશના રસ્તા સારા છે. ગુજરાતના વેપારીઓ શાંતિથી વ્યવસાય કરી શકે છે. ગુજરાતે રોકાણનું સ્તર જાળવી રાખ્યું છે. હાલમાં સરકાર ી કૈિ પર કામ કરી રહી છે. ખાખી એ શોર્યનો કલર. સંઘવીએ ઉમેર્યું હતું કે, શી ટીમ માટે નવા ડ્રેસ માટે કામ ચાલી રહ્યું છે. પોલીસથી ડરવાની જરૂર નથી. દુનિયામાં કપડાં આધારે લોકો તમારી કપેસિટી નક્કી કરે છે. મે મારા ઘણા મિત્રો અને અન્ય પરિવારોને ડ્રગથી બરબાદ થતાં જાેયા છે.
નવી સરકાર બન્યા બાદ અમે તેના પર કડકાઈથી કામ કર્યું છે. ડ્રગ આજે ફેશન સ્ટેટસ બનતું જાય છે. પરંતુ બીજા દેશોની સરખામણીએ આપણા દેશની સ્થિતિ ગણી સારી છે. અમારી સરકારે ૭૫૨ ડ્રગ માફિયાને પકડ્યા છે. એક પણ ડ્રગ લેનાર ને અમે નથી પકડ્યો, એમની જિંદગી અમે બગાડવા માગતા નથી. લેવા વાળાને નહિ વેચનારને પકડ્યા છે. હું યુવાનો ને ડ્રગ્સ મુકત કરાવીશ, ગુજરાત હવે માત્ર ફાફડા જલેબી ખાવા વાળું રાજ્ય નથી અંહી થી ખેલાડી ઓ પણ બહાર આવે છે.

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનાગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ના ઉમેદવારો ની પ્રથમ યાદી જાહેર

saveragujarat

પહેલાની જેમ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું જાેઈએ ઃ વડાપ્રધાન

saveragujarat

ONGCના સ્ટોલમાં વિવિધ વાહનોમાં વપરાતા ઇંધણની પ્રક્રિયાની સમજ મુલાકાતીઓ માટે રસનો વિષય બની

saveragujarat

Leave a Comment