Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૨૬૭ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૯૩૫૦ પોઈન્ટને પાર

સવેરા ગુજરાત,મુંબઈ, તા.૨૧
સોમવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈસેન્સેક્સ ૨૬૭.૪૩ પોઈન્ટ એટલે કે ૦.૪૧ ટકાના વધારા સાથે ૬૫,૨૧૬.૦૯ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈનિફ્ટી ૮૩.૪૫ પોઈન્ટ એટલે કે ૦.૪૩ ટકાના વધારા સાથે ૧૯,૩૯૩.૬૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્‌સ, પાવરગ્રીડ કોર્પ અને અદાણી એન્ટરપ્રાઇઝિસે નિફ્ટીમાં સૌથી વધુ ઉછાળો જાેવાયો હતો. તે જ સમયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઈલાઇફ ઇન્સ્યોરન્સ અને બજાજ ઓટોમાં બ્રેક જાેવા મળી હતી. પાવર ગ્રીડનો શેર બીએસઈસેન્સેક્સ પર સૌથી વધુ ૨.૫૮ ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, ભારતી એરટેલ, આઈટીસી, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ અને નેસ્લે ઈન્ડિયાના શેર એક ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, એક્સિસ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્‌સ, વિપ્રો, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને એચયુએલ લીલા નિશાન સાથે બંધ થયા છે. જીયો ફાઈનાન્સનો શેર સેન્સેક્સમાં સૌથી વધુ ૫ ટકાના નુકસાન સાથે બંધ થયો હતો. એ જ રીતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચડીએફસી બેંકના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. રિયલ એસ્ટેટ, મેટલ, પાવર અને કેપિટલ ગુડ્‌સમાં ૧-૨ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. બીએસઈમિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં લગભગ એક-એક ટકાનો વધારો જાેવા મળ્યો હતો.જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે યુએસ અર્થતંત્રે જે પ્રકારની સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને લેબર માર્કેટમાં જે પ્રકારની ચપળતા જાેવા મળી છે તે આશ્ચર્યથી ઓછું નથી. કોવિડ લોકડાઉન સમયે યુએસ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું પાંચ ટ્રિલિયન ડોલરનું નાણાકીય પેકેજ યુએસ અર્થતંત્રની મજબૂતીનું એક મોટું કારણ છે. જ્યારે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી, ત્યારે લોકડાઉનને કારણે તેને ખર્ચવાનો કોઈ વિકલ્પ નહોતો.

Related posts

બાંગ્લાદેશ સામે ઈશાન કિશને ફટકારી સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

saveragujarat

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવાઓ જોડાયા.

saveragujarat

કૂવામાંથી ૨૪ વર્ષની માતા સાથે દીકરા-દીકરીના મૃતદેહ મળ્યા

saveragujarat

Leave a Comment