Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવાઓ જોડાયા.

સવેરા ગુજરાત  જામનગર તા.26

 જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીએ મતદાન કરવા કરી અપીલ

જામનગર: દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી દ્વારા શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના આશરે 2500 થી 3000 જેટલાં યુવાઓ તથા નાગરિકો જોડાયા હતા.આ વેળાએ શહેરીજનોમાં મતદાન પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે તેમજ જામનગર જિલ્લો 100 ટકા મતદાનના લક્ષ્યાંકને હાંસલ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી

ડો.સૌરભ પારધીએ આ મેરેથોન દોડમાં સહભાગી થઈ નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સ્વિપ એક્ટિવિટી અંતર્ગત મેરેથોનના રૂટ પર પોસ્ટર્સ તેમજ બેનર્સ લગાવી મતદારોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવાયો હતો.
આ પ્રસંગે ખર્ચ ઓબઝર્વરશ્રી રાય માહિમાપત રે, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ, સનદી અધિકારી શ્રી પ્રમોદ કુમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી   કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી  ડી.ડી.શાહ, સ્વિપ નોડલ શ્રી ફોરમ કુબાવત વગેરે પણ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

Related posts

મહાત્મા મંદિર ખાતે જાપાનના વાઇસ મિનિસ્ટર સાથે બેઠક યોજતા રાજ્યના મુખ્યમંત્રી

saveragujarat

રાધણગેસ સબસીડી નાબુદ થવાની અણી પર, કેન્દ્ર સરકારનો ૨૪૧૭૨ કરોડનો બોજાે ઓછો થશે

saveragujarat

દેશમાં ઘી-માખણ જેવી પ્રોડક્ટની અછતની કેન્દ્ર સરકારને આશંકા

saveragujarat

Leave a Comment