Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બિપરજાેય આંશિક નબળું પડ્યું,૧૫ જૂને ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકેે

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૩
ગુજરાત સામે આફત બનીને આવી રહેલાં વાવાઝોડાં ‘બિપરજાેય’ અંગે ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) આજે મોટી આશંકા વ્યક્ત કરી છે. બિપરજાેય વાવાઝોડાથી મોટાપાયે નુકસાન થવાની આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહીં હવામાન વિભાગે વાવાઝોડાની ઝડપી ગતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આઈએમડીએ કહ્યું કે, ચક્રવાતી વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર થઈ શકે છે. બિપરજાેય અંગેના નવા અપડેટમાં હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા દરિયાકાંઠા વિસ્તારોમાં ૩થી ૬ મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા હોવાથી આવા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની ભલામણ કરી છે.આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે, વાવાઝોડું બિપરજાેય હાલ ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં કેન્દ્રીત છે અને તે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, વાવાઝોડુ દ્વારકાથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર છે અને તેની અસર કચ્છ અને દ્વારકામાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાેકે તેમણે એમ પણ કહ્યું કે, વાવાઝોડું આજે મંગળવારે આંશિક નબડુ પડ્યું હતું, પરંતુ ૧૫ જૂનની આસપાસ અત્યંત ખતરનાક ચક્રવાતી તોફાનની સ્થિતિમાં પરિવર્તિત થઈ શકે છે.તેમણે કહ્યું કે, વાવાઝોડા બિપરજાેયની અગાઉની ગતિની તુલના હાલની ગતિ સાથે કરીએ તો, તે થોડું નબડું પડ્યું છે. વાવાઝોડાની આજની ગતિ પ્રતિ કલાકે ૧૫૦થી ૧૬૦ કિલોમીટર, ૧૪મી જૂને પ્રતિકલાકે ૧૩૫થી ૧૪૫ કિલોમીટરની ગતિએ તેમજ ૧૫ જૂને પ્રતિકલાકે ૧૨૫થી ૧૩૫ કિમીની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદર પાસે લેન્ડફોલ થવાની શક્યતા છે. આ વાવાઝોડું ૧૫ જૂને બપોરના સમયે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે, તે પહેલા પ્રતિકલાક ૧૩૫-૧૪૫ કિમીની ગતિથી ૧૫૦ કિમી ગતિએ ઝડપી પવન ફુકાશે અને ભારે વરસાદ પણ થશે.હવામાન વિભાગે કહ્યું કે, ૧૪ જૂને રાજકોટ, જૂનાગઢ, જામનગર અને દ્વારકામાં મધ્યમ વરસાદ પડશે, જાેકે આ વિસ્તારોમાં પૂર અને અન્ય ખતરાઓ આવી શકે છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી ૧૫ દિવસ સુધી દૂર રહેવાની સલાહ અપાઈ છે. આઈએમડીના જણાવ્યા અનુસાર પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના અણસાર છે. આ જિલ્લાઓમાં પ્રતિકલાક ૧૪૦ કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

Related posts

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે સ્ટંટ કર્યા છે તેને ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે –  સી. આર. પાટીલ

saveragujarat

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, ૧૨થી ૧૪ જૂન વચ્ચે ટકરાઈ શકે છે

saveragujarat

મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘમલ્હાર ઃ ભારે વરસાદનું એલર્ટ

saveragujarat

Leave a Comment