Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્ય સરકારે આપદાને પહોચી વળવા તૈયારીઓ :મુખ્યમંત્રી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૩
ગુજરાત પર વાવાઝોડાનું જાેખમ તોળાઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજાેય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રીએ બિપરજાેય વવઝોડાની આ સંભવિત આપતીને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. ગુજરાતના દરિયાકાંઠે બિપરજાેય વાવાઝોડાની પરિસ્થિતિને પગલે સૌ નાગરિકોને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાનું પાલન કરી સાવચેતીના તમામ પગલા લેવાની ખાસ અપીલ કરું છું. આપણે સૌ જરૂરી સાવધાની રાખીને જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો પ્રયાસ કરીએભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્‌યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂનઃવ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે. તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહેવા જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતિ માટે સેવારત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

અમદાવાદમાં ૪ દિવસમાં સ્વાઈન ફ્લૂના ૨૯ કેસ, રાજકોટમાં વાયરલના કેસ વધ્યા

saveragujarat

ક્રિકેટમાં પાકિસ્તાનની આબરૂ જતા ઇમરાન ખાને ભારત પર લગાવ્યો આ આરોપ…

saveragujarat

કોંગ્રેસના મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું : વડાપ્રધાન

saveragujarat

Leave a Comment