Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

નાઈઝર નદીમાં બોટ પલટી જતા ૧૦૦ લોકોના મોત

સવેરા ગુજરાત,અબુઝા, તા.૧૪
નાઈઝીરિયામાં એક મોટી દુર્ઘટના છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર મધ્ય નાઈઝીરિયામાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા ૩૦૦ લોકોને લઈ જતી એક હોડી નદીમાં ડૂબી ગઈ છે. કહેવાય છે કે, આ ઘટનામાં ૧૦૦થી વધારે લોકો ડૂબી ગયા છે અને કેટલાય ગુમ છે. અધિકારીઓનું માનીએ તો, મરનારા લોકોની સંખ્યામાં હજુ પણ વધારો થવાની આશંકા છે. જાે કે, બચાવકર્મીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ અનુસાર, લગ્ન સમારંભ નાઈઝર રાજ્યમાં થઈ રહ્યો હતો. હોડી લગ્નના મહેમાનોને લઈને ક્વારા રાજ્યમાં જઈ રહી હતી. વરસાદ અને વધારે પ્રમાણમાં લોકોથી હોડી ઓવરલોડીંગનો શિકાર થઈ ગઈ. ક્વારા રાજ્યના પોલીસ ઓકાસનમી અજયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં હોડી દુર્ઘટનામાં ૧૦૩ લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નાઈઝર નદીમાં સુરક્ષા પ્રક્રિયાઓની કમી અને ભારે પુરના કારણે ડૂબવાની ઘટના સામાન્ય છે. ગત મહિને એક હોડી ઉત્તર પશ્ચિમ સોકોટો રાજ્યમાં પલ્ટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૧૫ બાળકો ડૂબી ગયા હતા અને ૨૫ અન્ય ગુમ થઈ ગયા હતા. લગભગ એક વર્ષ પહેલા, એક ગામમાં ૨૯ બાળકો નદીમાં ડૂબી ગયા હતા. જ્યારે તેઓ પોતાના પરિવાર સાથે લાકડા વીણવા ગયા હતા. ગત ડિસેમ્બરમાં વરસાદની સીઝનમાં મોટા પાયા પર પુર દરમ્યાન કમસે કમ ૭૬ લોકો ડૂબી ગયા હતા. તેમની હોડી પૂર્વ અંબરા રાજ્યમાં એક નદીમાં ડૂબી ગઈ હતી.

Related posts

અંગ્રેજી કરતાં માતૃભાષામાં નાપાસ થનારાની સંખ્યા વધુ

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૯૦ કેસ નોંધાયા

saveragujarat

૧ ઓક્ટો.થી દેશમાં ચલાવવામાં આવશે સ્વચ્છતા અભિયાન

saveragujarat

Leave a Comment