Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે સ્ટંટ કર્યા છે તેને ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે –  સી. આર. પાટીલ

સવેરા ગુજરાત, અમદાવાદ, તા 5

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલ સાહેબે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અન્વયે પત્રકાર પરિષદને સંબોધી હતી.
સી. આર. પાટીલ સાહેબે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને મતગણતરી તા. ૮મી ડિસેમ્બરે યોજાવાની છે. ગુજરાતમાં સૌ મતદાતા ભાઇ-બહેનોએ મતદાનમાં ઉમળકો બતાવી ગુજરાતના ઉત્કર્ષ અને વિકાસ માટે અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા બદલ તેમજ  તે માટે જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. દેશના  વડાપ્રધાનએ પોતાના ગૃહ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કર્યો તે બદલ નરેન્દ્રભાઇ મોદી નો પણ આભાર માન્યો હતો. દેશના યશસ્વી ગૃહ મંત્રી અમિતભાઇ શાહ  પણ સતત પોતાના ગૃહ રાજ્યમાં હાજર રહી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને જરૂરી સૂચનો આપી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત તરફ લઇ જવા બદલ આભાર માન્યો હતો.  સી. આર. પાટીલ એ સંગઠનના હોદેદારો અને કર્મઠ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો. પ્રિન્ટ મિડયા અને ઇલેક્ટ્રોનીક મિડીયાએ મધ્યસ્થી બની ભારતીય જનતા પાર્ટીની વાત જનતા સુધી પહોંચાડવા બદલ આભાર માન્યો હતો.
સી. આર. પાટીલ સાહેબે પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્યાં હતું કે, ગુજરાતમાં યોજાયેલ ચૂંટણીના મતદાનમાં જે પણ મતદાન થયું છે તેમાં મતદાતાઓએ વિકાસવાદનો અપનાવ્યો છે. વર્ષ ૨૦૧૭ કરતાં વર્ષ ૨૦૨૨માં થયેલ મતદાનની ટકાવારી ઓછી હોવા છતાં પણ વધુ મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે સ્ટંટ કર્યા છે તેને ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આવા સ્ટંટથી દરેક પક્ષે દૂર રહેવું જોઇએ. શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો સજાગ હોવાથી આટલા મતદાન સુધી પહોંચી શકાયું છે.

Related posts

પોલીસના ગ્રેડ-પે મુદ્દે સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરાશે

saveragujarat

દરિયામાં કરંટ વધતાં બે નંબરનું સિગ્નલ લગાવાયું

saveragujarat

શું તમે રાજ્યમાં બનેલા નવા મંત્રીમંડળના મંત્રીઓની ક્રાઈમ કુંડળી વિષે જાણો છો ?

saveragujarat

Leave a Comment