Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની રેપ બાદ હત્યા

મુંબઈ, તા.૭
આ સમાચાર તમને હચમચાવી દેશે, ડરાવી દેશે અને મૂંઝવણમાં મૂકી દેશે. માતા-પિતા પોતાના બાળકોને ભણવા માટે હોસ્ટેલમાં મૂકતા હોય છે. ત્યારે હવે ગર્લ્સ હોસ્ટેલ પણ સેફ નથી. મુંબઈની એક ગર્લ્સ હોસ્ટેલમાંથી એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે, કે જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે. અહીં એક ૧૮ વર્ષની વિદ્યાર્થિનીનો રેપ યો છે. રેપ બાદ વિદ્યાર્થિનીની હત્યા કરી દેવામાં આવી છે. વિદ્યાર્થિનીનો રેપ અને હત્યાની શંકા હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડ પર હતી. કારણ કે ઘટના બાદ તે ફરાર હતો. જાે કે, ગાર્ડની પણ લાશ પોલીસને રેલવે ટ્રેક પરથી મળી આવતા આ કેસમાં સસ્પેન્સ વધી ગયુ છે. જ્યાં આ ઘટના બની છે તે એક સરકારી હોસ્ટેલ છે, જેથી આ મામલે અનેક સવાલો ઉઠ્‌યા છે. શું ગાર્ડે વિદ્યાર્થિનીનો રેપ કરીને હત્યા કરી? જાે ગાર્ડે આવું કર્યું હોય તો તેની હત્યા કોણે કરી? જાે કે, પોલીસનું માનવું છે કે, વિદ્યાર્થિનીનો રેપ અને હત્યા કર્યા બાદ ગાર્ડે આત્મહત્યા કરી હોઈ શકે છે. ચોથા માળે આવેલા એક રુમમાં રહેતી ૧૮ વર્ષીય વિદ્યાર્થિનીનો પહેલાં રેપ કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ મામલે શંકાસ્પદ પ્રકાશ કનૌજિયાએ આત્મહત્યા કરી લીધી છે. પ્રકાશ હોસ્ટેલમાં એક સુરક્ષા ગાર્ડ અને ધોબીનું કામ કરતો હતો. પોલીસે જણાવ્યું કે, પ્રકાશની લાશ ચર્ની રોડ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મળી આવી હતી. સીસીટીવી ફૂટેજમાં પ્રકાશને છેલ્લે સવારે ૪.૫૫ વાગે હોસ્ટેલમાંથી બહાર જતો નજરે પડ્યો હતો. પોલીસનું માનવું છે કે, ચોથા માળે એકલી રહેતી વિદ્યાર્થિનીની મંગળવારની બપોરે હત્યા કરવામાં આવી હોઈ શકે છે. અકોલામાં રહેતી આ છોકરી પોતાના માતા-પિતાની એકની એક દીકરી હતી. તે બાંદ્રાની પોલિટેકનીકમાં બીજા વર્ષમાં ભણતી હતી.
નાયબ પોલીસ કમિશનર પ્રવીણ મુંડએ કહ્યું કે, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હોસ્ટેલના અધિકારીઓએ મંગળવારની સાંજે વિદ્યાર્થિનીની લાશ રુમની બારીમાંથી જાેઈ હતી. તે ભોંયતળિયા પર નગ્ન હાલતામાં પડેલી હતી અને રુમ બહારથી બંધ હતો. હોસ્ટેલના તંત્રએ તરત સ્થાનિક પોલીસને આ વાતની જાણ કરી હતી. કલિનાના ફોરેન્સિક વિશેષજ્ઞોની એક ટીમે બોલાવવામાં આવી અને તાળુ તોડીને અંદર જાેયું તો લાશ મળી આવી હતી. બાદમાં ટીમે પુરાવા એકત્ર કર્યા હતા. પોલીસે કહ્યું કે, વિદ્યાર્થિનીનું ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. તેની લાશ પાસેથી એક દુપટ્ટો પણ મળી આવ્યો છે.

Related posts

ગાંધીનગર ખાતે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારી ભરતીની વયમર્યાદા અંગે લેવાયો આ મોટો નિર્ણય…

saveragujarat

ઈડર પોલીસ અને પાટણ એલ.સી.બી. ની સરાહનીય કામગીરી

saveragujarat

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પત્રકાર પરીષદ સંબોધી

saveragujarat

Leave a Comment