Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દરિયામાં કરંટ વધતાં બે નંબરનું સિગ્નલ લગાવાયું

સવેરા ગુજરાત,જૂનાગઢ, તા.૭
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયામાં હલચલ જાેવા મળી રહી છે. વાવાઝોડાના પગલે દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જૂનાગઢના માંગરોળ દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ અપાયું છે. સાથે જ માંગરોળના દરિયામાં કરંટ જાેવા મળ્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ઉપરાંત માંગરોળ પંથકમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સાવચેતીના પગલે બોટને કાંઢે લાવવામાં આવી છે. જાફરાબાદ પીપાવાવ પોર્ટ પર દરિયો તોફાની બનવાની સંભાવના છે. બંદર પર ૨ નંબરનું સિગ્લન લગાવાયું છે. દરિયામાં ઉંચા મોજા સાથે પવનની ગતિ વધશે. સાથે જ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે જ જાણો, કયા નંબરનું સિગ્નલ ક્યારે આપવામાં આવે છે. ૧ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૧થી ૫ કિમીની હોય ત્યારે લગાવાય છે. વાવાઝોડાની ચેતવણી આપે છે. ૨ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૬થી ૧૨ કિમીની હોય ત્યારે લગાવાય છે. માછીમારોને દરિયામાં વાવાઝોડાનો સામનો કરવો પડી શકે છે. ૩ નંબરનું સિગ્નલ પવનની ઝડપ ૧૩થી ૨૦ કિમીની હોય ત્યારે લગાવાય છે. સપાટીવાળી હવાને પગલે બંદર પર ભય દેખાડે છે. ૪ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૨૧થી ૨૯ કિમીની હોય ત્યારે લગાડાય છે. બંદર પર સાવચેતીનાં પગલા લેવા પડે એટલો ભય નથી બતાવતો. ૫ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૩૦થી ૩૯ કિમીની હોય ત્યારે લગાવાય છે. સામાન્ય વાવાઝોડું, કિનારા ઓળંગી બંદરમાં ભારે હવા ફૂંકાવાનો સંકેત. ૬ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૪૦થી ૪૯ કિમી હોય ત્યારે લગાવાય છે. સામાન્ય વાવાઝોડું, બંદરમાં ભારે હવાના અનુભવનો સંકેત આપે છે. ૭ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૫૦થી ૬૧ કિમી હોય ત્યારે લગાવાય છે. બંદર ઉપરથી પસાર થાય, ભારે તોફાની પવન ફુંકાઈ શકે. ૮ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૬૨થી ૭૪ કિમી વચ્ચે હોય ત્યારે લગાવાય છે. ભારે વાવાઝોડું, બંદરને ક્રોસ કરી શકે જેથી તોફાની હવાના સંકેત. ૯ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૭૫થી ૮૮ કિમી હોય ત્યારે લગાવવામાં આવે છે. જાેરદાર વાવાઝોડું, બંદર પર તોફાની હવાના અનુભવનો સંકેત. ૧૦ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૮૯થી ૧૦૨ કિમીની હોય ત્યારે લગાવવામાં આવે છે. ભારે જાેરવાળું વાવાઝોડું, બંદર પર ભારે તોફાની હવાના અનુભવનો સંકેત. ૧૧ નંબરનું સિગ્નલ પવનની ગતિ ૧૦૩થી ૧૧૮ કિમી હોય ત્યારે લગાવાય છે. ખુબ ખરાબ હવામાનનો અનુભવ, અત્યંત ભયજનક ગણાય. ૧૨-નંબરનું સિગ્નલ પવનની ગતિ ૧૧૯થી ૨૨૦ કિમી હોય ત્યારે લગાવાય છે.

Related posts

GUJARAT CORONA UPDATE: 34 ના મોત,નવા 4710 કેસ, 11,184 રિકવર થયા,

saveragujarat

અદાણીએ CNG માં ૮.૧૩ અનેPNG માં રુ.૫.૦૬નો કર્યો ઘટાડો

saveragujarat

મુખ્યમંત્રીએ કલાયમેટ ચેન્જ કાર્યક્રમની સમજ લોકો સુધી પહોંચે તે હેતુથી વિવિધ ૬ ડોક્યુમેન્ટ્રીનું વિમોચન કર્યું.’વિદ્યાસુરભી’નું વિમોચન મુખ્યમંત્રી હસ્તે કરવામાં આવ્યું હતું.

saveragujarat

Leave a Comment