Savera Gujarat
Other

ઈડર પોલીસ અને પાટણ એલ.સી.બી. ની સરાહનીય કામગીરી

સવેરા ગુજરાત:-  ઈડરના આંગડીયા પેઢીના કમૅચારીનુ ઇકો ગાડીમા અપહરણ કરી 8 લાખની થયેલ લૂંટ મામલે ઇકો ગાડી માલિકની પોલીસે ધરપકડ કરી

ઇડર શહેરમા આવેલ પટેલ જયંતિલાલ સોમાભાઇ ની પેઢીના કમૅચારી ઇશ્વરસિંહ હરીસિંહ રાઠોડને કોઈ અજાણ્યા ત્રણ ઇસમોએ તા ૯-૨-૨૨ ના રોજ ઇડર બસ સ્ટેન્ડ પાસેથી ઇકો ગાડીમા બેસાડી અપહરણ કરી લઇ જઇ ઇશ્વરસિહ રાઠોડ પાસેથી ૮,૬૧,૫૦૦ ના મુદ્દામાલ ની લૂટ કરી ફરાર થઇ ગયા હતા જે લૂટ મામલે સાબરકાંઠા જીલ્લાની પોલીસ ધ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જે લૂટ મામલે લૂંટમા વપરાયેલ ઇકો ગાડી માલિક ચેતન ઉફૅ વિપુલ ચેતનજી વીનુજી ઠાકોર મલેકપુરની આજરોજ પોલીસે ધરપકડ કરી આગળની કાયૅવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી .

 

ઇડર ખાતે આંગડિયા પેઢીના માણસને બંદુક બતાવી લુંટ ૮,૬૧,૫૦૦/- ની લુંટ કરનાર ટોળકીના
સભ્યો પૈકી ચાર આરોપીને મુદ્દામાલના રોકડ રકમ ૪૦,૦૦૦ તથા સોનાના દાગીના તથા કાચ
જેવા હીરાના નાના નાના ટુકડાના પેકેટ નંગ-૩ ૨ મળી કુલ રૂ.૧,૧૫,૯૦૦ /- ના મુદામાલ સાથે
પકડી પાડતી એલ.સી.બી પાટણ.

મે. પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર.મોથલીયા(IPS) સરહદી રેન્જ ભુજ તથા મે પોલીસ
અધિક્ષક સાહેબ શ્રી અક્ષયરાજ(IPS) પાટણ. નાઓએ મીલકત સબંધી બનતા બનાવ અટકાવવા સારૂ સુચના કરેલ હોય જે
સબંધે આજરોજ એ.બી.ભટ્ટ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.પાટણ તથા શ્રી જે.જી.સોલંકી પો.સ.ઇ
એસ.ઓ.જી. પાટણ તથા ASiઅંબાલાલ ધારસિંહજી તથા Hc દિલીપસીહ સુરાજી તથા HC અમિતસિહ માનસિંહ
તથા HC જયેશજી બાબુજી તથા PC મોડજી વરવાજી તથા PC ગણપતસિંહ રતુજી એ રીતેના એલ.સી.બી.પાટણ
પોલીસ સ્ટાફના માણસો તથા PC વિષ્ણુજી હમીરજી એસ.ઓ.જી.ના પોલીસ સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે.
વિસ્તારમાં મીલ્કત સંબંધી ગુનાઓ શોધવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના HC જયેશજી બાબુજી તથા
Pc મોડજી વરવાજી નાઓને તેમના ભરોસાના માણસોથી સચોટ બાતમી હકિકત મળેલ હતી. તાજેતરમાં ઇટર ખાતે
થયેલ આંગડીયા લુંટને અંજામ આપનાર આરોપીઓ હાલમાં સિધ્ધપુર બિંદુ સરોવર નજીક આવેલ સિધ્ધપુર
નદીના પુલ નીચે ભેગા થયેલ છે, જેથી બે પંચના માણસો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સિધ્ધપુર
મહેસાણા હાઇવે રોડ ઉપર આવતા સરસ્વતી પુલ નીચે જતા પુલ નીચેથી (૧) ઠાકોર વજેસિંહ ઉર્ફ ) ગાંડાજી
રહે.થલોટા તા.સિધ્ધપુર (૨) ઠાકોર અશોકજી પ્રતાપજી રહે.વરેઠા તા.ખેરાલુ તથા (૩) ઠાકોર ગોપાળજી સુજાજી
રહે.વર્શીલા તા-સિધ્ધપુર તથા (૪) ઠાકોર પંકેશજી લવજીજી રહે.કોટ તા.સિધ્ધપુર વાળાઓને પકડી પાડેલ અને
તેમને વિશ્વાસમાં લઇ પુછતા જણાવેલ કે તેઓએ તથા ઠાકોર ચેતનજી ઉર્ફ વિપુલજી વિનુજી રહે.મલેકપુર તા.ખેરાલુ જી.મહેસાણા તથા ઠાકોર કલ્પેશજી હીરાજી રહે.કોટ તા.સિધ્ધપુર વાળાઓએ ભેગા થઇ આજથી બે દિવસ
અગાઉ ઇડર શહેરમાં આંગડીયા લુંટ કરેલ છે, અને તેમાં પોતાના ભાગે આવેલ હિસ્સા પૈકી અમુક રકમનો ભાગ
પાડવા સારૂ ભેગા થયેલ હોવાનું જણાવેલ જેથી તેની અંગ ઝડતી કરતા તેમની પાસેથી રોકડ રકમ
રૂપીયા.૪૦,૦૦૦/- તથા સોના જેવી પીળી ધાતુની ચેનનો ટુકડો નંગ-૦૧ કિંમત રૂપીયા.૪૪,૯૦૦/- તથા કાચ
જેવા પ્રદાર્થના હીરા જેવા નાના મોટા ટુકડાના પેકેટ નંગ-૩૨ કિંમત રૂપીયા.૨૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૪
કિંમત રૂ.૧૧,૦૦૦/- તથા એક હિરો કંપનીનુ એચ.એફ.ડીલકસ મોટર સાયકલ GJ-2-BL-3922 કિમંત
રૂપીયા.૨૫,૦૦૦/- મળી કુલ રૂપીયા.૧,૧૫,૯૦૦/-નો મુદામાલ કજે કરવામાં આવેલ છે, અને આ બાબતે ઇડર
પો.સ્ટે ગુ.ર.નં-૧ ૧૨૦૯૦૨૦૨૨૦૧૯૪ ઈ.પી.કો કલમ-૩૯૪, ૩૬૫, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબનો ગુનો રજી
થયેલ છે, જેથી પકડેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ સિધ્ધપુર પો.સ્ટે.
સાંપવામાં આવેલ છે,
સંડોવાયેલ આરોપીઓ(૧) ઠાકોર ચેતનજી ઉર્ફ વિપુલજી વિનુજી રહે.મલેકપુર તા-ખેરાલુ જી.મહેસાણા
(૨) ઠાકોર કલ્પેશજી હીરાજી રહે.કોટ તા.સિધ્ધપુર
(૩) ઠાકોર વજેસિંહ ઉર્ફે કાનજી ગાંડાજી રહે.થલોટા તા.વિસનગર
(૪) ઠાકોર અશોકજી પ્રતાપજી રહે.વરેઠા તા.ખેરાલુ
(૫) ઠાકોર ગોપાળજી સુજાજી રહે.વર્શીલા તા-સિધ્ધપુર
(૬) ઠાકોર પંકેશજી લવજીજી રહે.કોટ તા.સિધ્ધપુર

Related posts

ઓનલાઈન શિક્ષણના નામે શિક્ષક શબ્બીરે કિશોરી સાથે વિડીયો કોલ પર ફેલાવી પ્રેમજાળ,વાલીઓએ શિક્ષકના વેષમા ફરતા સબ્બિરોથી સતર્ક થવાની જરુર છે.

saveragujarat

રાજકોટમાં ભૂમાફિયાઓએ સોસાયટીમા આખલા જેવું ધિંગાણું કરી એક યુવકનો ભોગ લીધો,CCTV તમામ કરતુંતો કેદ થયા.

saveragujarat

અંગદાન મહાદાનના જાગૃતિ સંદેશ સાથે મંતવ્ય ન્યુઝ અને ફાઉન્ડેશનના સહકારથી સાયક્લોથોનું અભિયાનની પહેલ

saveragujarat

Leave a Comment