Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યોગ્ય સલાહ મળી હોત તો ૩૦ વર્ષની વયે ઘણું મેળવી લીધું હોત ઃ બિલ ગેટ્‌સ

વોશિંગ્ટન, તા.૨૨
માઇક્રોસોફ્ટ કો-ફાઉન્ડર બિલ ગેટ્‌સ હાલમાં જ નોર્થ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના પ્રારંભ સમારંભમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ સેરેમની દરમિયાન તેઓએ કેટલીક એવી વાતો શૅર કરી હતી જે દરેક બાળકને કામ આવી શકે છે.બિલ ગેટ્‌સે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, તેઓ જ્યારે ૨૦ વર્ષના હતા ત્યારે તેઓને આવી સલાહ ના મળી, જાે કોઇએ ઉંમરના આ પડાવમાં યોગ્ય સલાહ આપી હોત તો ૩૦ વર્ષની ઉંમર સુધી તેઓએ ઘણું બધુ મેળવી લીધું. જાે કે, ૨૦ની શરૂઆતનો સમય ભૂલો કરવા અને તેમાંથી શીખવા માટે પણ સારો હોય છે. બિલ ગેટ્‌સ અનુસાર, આ વર્ષો વિકાસ કરવા અનેજીવનમાં કંઇક શીખવા માટે મહત્વના હોય છે. યુનિવર્સિટીની સેરેમની દરમિયાન તેઓએ એવી ૫ બાબતોની ચર્ચા કરી જેને શીખવાથી દરેક બાળક જીવનમાં સફળ બની શકે છે. ગેટ્‌સ, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશનમાં કામ કરવાને લઇ જણાવે છે કે, જ્યારે તમને એ ભરોસો બેસી જાય કે આ ર્નિણય આ જીવન સાથે રહેશે, તો આ સ્થિતિમાં અનઇઝી ફિલ કરવું ઠીક છે. તેમ છતાં સમયાંતરે તમારાં કરિયરના લક્ષ્યો પર ફેરવિચાર કરતા રહો અને ખુદનું આકલન કરતા રહો. ૧૯૭૫માં માઇક્રોસોફ્ટની શરૂઆત કરતી વખતે લાગ્યું કે, હું આજીવન આમાં જ કામ કરીશ પરંતુ આજે એવું નથી. ગેટ્‌સે કહ્યું કે, એવી અનેક સ્થિતિ હોય છે જ્યાં લોકો પોતાને ફસાયેલા હોવાનો અનુભવ કરે છે, આ સમયે પેનિક ના કરો. તેના બદલે સ્માર્ટ લોકો પાસેથી શીખો. ગેટ્‌સે કહ્યું કે, લર્નિંગમાં સૌથી પહેલું પગથિયું છે કે તમે એ જાણવાની કોશિશ કરો જેના વિશે તમને ખ્યાલ નથી. ઘણીવાર આપણે કેટલાંક પ્રસંગોએ અન્યોની મદદ કરવાની કોશિશ કરવી જાેઇએ. આનાથી વિશ્વની મુશ્કેલીઓ તો દૂર થશે જ સાથે જ તે લોકો માટે બેસ્ટ કરવાની એનર્જી અને પ્રોત્સાહન પણ મળશે.અંતમાં બિલ ગેટ્‌સે કહ્યું કે, માઇક્રોસોફ્ટમાં કામ કરવા દરમિયાન તેઓને વિશ્વાસ નહતો કે લોકોને અમુક છૂટછાટ આપવી જાેઇએ અને તેઓએ આપમેળે પણ તે નક્કી નથી કર્ય. જાે કે, પિતા બન્યા બાદ તેઓને સંબંધોનું મહત્વ સમજાયું અને પરસ્પર સંબંધોમાં ધ્યાન આપવાનું શરૂ કર્યુ. તેઓએ એ વાત પર ભાર મુક્યો કે, વિદ્યાર્થીઓએ પોતાના સંબંધો પર ધ્યાન આપવા માટે કોઇ પણ ઉંમરના પડાવની રાહ ના જાેવી જાેઇએ. તમારાં પરિવાર અને મિત્રો માટે સમય કાઢો. કરિયરની શરૂઆત પહેલાં દરેક વિદ્યાર્થીઓએ બિલ ગેટ્‌સની આ બાબતોને સમજવી જાેઇએ.વિદ્યાર્થીઓ માટે બેચમેટ, તેઓનું નેટવર્ક, ભવિષ્ય કો-ફાઉન્ડર અને સહકર્મીઓ હોય છે અને તેઓ બેસ્ટ સપોર્ટ, જાણકારી અને સલાહ આપવાનું કામ કરે છે. આ તમામ લોકો સાથે સંબંધો જાળવી રાખવા જાેઇએ અને તેમની ઉપલબ્ધિથી અથવા કામથી શીખતા રહેવું જાેઇએ.

Related posts

ભારતીય જનતા કિસાન મોરચા જામનગર શહેર દ્વારા નમો કિસાન પંચાયતનું કરાયું આયોજન.

saveragujarat

જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ

saveragujarat

સમાજમાં વધી રહેલા કુસંસ્કારોનો કરુણ અંજામ :પત્નિના અનૈતિક સંબોધો બન્યાં પરિવારના વિનાશનું કારણ

saveragujarat

Leave a Comment