Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભાજપ મુદ્દા પર ઢાંકપિછોડો કરી રહ્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય સચિવે કહ્યું કે મોદી ૨૦૦૦ની નોટ લાવવાના પક્ષમાં ન હતા અને તેમને લાગતું હતું કે રોજિંદા વ્યવહારો માટે આ યોગ્ય નથી. આ નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી.
આરબીઆઈએ શુક્રવારે ૨૦૦૦ રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ ર્નિણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લેવામાં આવ્યો છે. આટલી મોટી નોટ બંધ કરવાનો ર્નિણય આખરે પાંચ વર્ષમાં કેમ લેવો પડ્યો? જેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાનના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે પીએમ મોદી ૨૦૦૦ની નોટ બિલકુલ લાવવા માંગતા ન હતા અને તેમને લાગતું હતું કે રોજિંદા વ્યવહારો અનુસાર આ યોગ્ય નથી. કોંગ્રેસે નૃપેન્દ્ર મિશ્રાના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ માત્ર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાનના પૂર્વ મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારી નૃપેન્દ્ર મિશ્રાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. જયરામ રમેશે ટ્‌વીટ કરીને લખ્યું કે વડાપ્રધાનના પૂર્વ ટોચના સહયોગી કહી રહ્યા છે કે સ્વયં ઘોષિત વિશ્વગુરુએ નવેમ્બર ૨૦૧૬માં જ ૨૦૦૦ની નોટનો વિરોધ કર્યો હતો. તેઓ આગળ કહેશે કે તેમના સલાહકારોએ તેમના પર નોટબંધી માટે પણ દબાણ કર્યું હતું. આ એક દયનીય ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ સિવાય બીજું કંઈ નથી.આ અગાઉ રિઝર્વ બેંકે ૨૦૦૦ની નોટને ચલણમાંથી બહાર કાઢવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકોમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકાશે. એક સમયે વધુમાં વધુ ૧૦ નોટો એટલે કે માત્ર ૨૦ હજાર રૂપિયાની નોટ જ બદલી શકાશે. રિઝર્વ બેંકે કહ્યું કે ૨૦૧૮-૧૯માં જ બે હજારની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓએ રિઝર્વ બેંકના આ નોટિફિકેશનને આવકાર્યું છે અને તેમનું કહેવું છે કે સામાન્ય લોકો પાસે બે હજારથી વધુની નોટ નથી અને હાલના દિવસોમાં ભ્રષ્ટાચાર સામેના મોટા ભાગના દરોડામાં બે હજાર રૂપિયાનું કાળું નાણું મળી આવ્યું છે. આ સાથે જીમ્ૈં બેંકે એક નોટિસ જાહેર કરીને કહ્યું છે કે ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે કોઈપણ ફોર્મ ભરવાની અને આઈડી પ્રૂફ બતાવવાની જરૂર રહેશે નહીં અને લોકો બેંકની શાખામાં જઈને સરળતાથી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકશે.

Related posts

એલ.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમા સપડાઈ છે,સ્ટાફની બેદરકારીના કારણે નવજાત બાળક્ના મૃત્યુનો આક્ષેપ.

saveragujarat

રાજકોટ, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદી ઝાપટા

saveragujarat

કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશના સંરક્ષણ માળખાને મજબૂત કરવા વડાપ્રધાનના વિઝન પર આધારિત વિવિધ પહેલોને ઉજાગર કરી

saveragujarat

Leave a Comment