Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

લોનના ચક્રવ્યૂહમાં ફસાયેલા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૩
વેજલપુર વિસ્તારમાં આવેલા સહવાસ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાર એસેસરીઝનું કામ કરતા કુલદીપ પરમારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કલર મર્ચન્ટ બેંકના મેનેજર અતુલ શાહ, એજન્ટ ચિંતન શાહ, સબ એજન્ટ હિરેન સોમપુરા, પવન સોમપુરા તેમજ ચિંતન શાહના સાગરીત સુરેશ વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. કુલદીપ તેની માતા, પત્ની, મોટાભાઈ પરેશ અને તેમજ સંદીપ અને ભાભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.વર્ષ ૨૦૧૩માં રૂપિયાની જરૂર હોવાથી સંદિપ પરમારે તેમના શેઠ લાલાભાઇને લોન લેવાની વાત કરી હતી. જેથી લાલાભાઇએ કલર મર્ચન્ટ બેંકના એન્જટ હિરેન તેમજ પવન સોમપુરાનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ બંને સંદીપને મળવા માટે ગયા હતા. જ્યાં લોન અંગેની ચર્ચા થઈ હતી. બાદમાં હિરેન અને પવને સંદિપને ભુયંગદેવ સર્કલ પાસે કલર મર્ચન્ટ બેંકના એજન્ટ ચિંતન શાહને મળવા માટે લઈ ગયા હતા. ચિંતન શાહે મકાન ઉપર લોન અપાવી દેવાનું સંદિપને કહ્યુ હતુ. જ્યારે ચિંતન શાહનો માણસ અપના બજાર ખાતેથી બે સાક્ષીઓ લઇને આવ્યા હતા. સંદીપે મકાનની મોર્ગેજની કાર્યવાહી કરી હતી અને સોલા વિસ્તારમાં આવેલી કડી નાગરીક બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. સંદીપે બેંકમાં ખાતાની પાસબુક, ચેકબુક ચિંતન શાહને આપી હતી. આ સિવાય સંદિપે તેના પિતાના પણ બેંકની પાસબુક અને ચેકબુક ચિંતનને આપી હતી. લોનની રકમ કડી નાગરીક બેંકમાં જમા થશે તેવું ચિંતને સંદીપને કહ્યુ હતું.લોન મંજૂર થયાના થોડા સમય પછી સંદીપના મોબાઇલ પર કલર મર્ચન્ટ બેંકના મેનેજર અતુલ શાહનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યા હતા કે, તમારી લોનનો હપ્તો હજુ સુધી ભરાયો નથી. અતુલની વાત સાંભળીને સંદિપે જવાબ આપ્યો હતો કે, હજુ સુધી લોનની રકમ મને મળી જ નથી તો હું હપ્તો કેવી રીતે ભરું. સંદિપની વાત સાંભળીને અતુલ શાહે તેને ગાળો બોલી હતી. સમગ્ર હકીકત સંદીપે હિરેન સોમપુરાને કહી હતી. જેથી તેણે આશ્વાસન આપીને કહ્યુ હતું કે, તમે ચિંતા ના કરો હું મેનેજર અતુલ શાહ સાથે વાત કરી લઉ છું.બે દિવસ બાદ મેનેજર અતુલ શાહે સંદિપને ફોન કરીને ચિંતન શાહની ઓફિસમાં લોનની રકમ લેવા માટે બોલાવ્યો હતો. ચિંતન શાહે સંદીપને ૫૦ હજાર રૂપિયા આપ્યા હતા અને બીજા ૫.૫૦ લાખ રૂપિયા ટુકડે ટુકડે આપવાની વાત કરી હતી. લોનનો હપ્તો ૧૩૭૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. તે બેંક દ્વારા કાપવામાં આવતો હતો. ૬ વર્ષની લોનની મુદ્દત હતી. જેમાં તે રેગ્યુલર હપ્તો ભરતા હતા પરંતુ વર્ષ ૨૦૧૭-૧૮માં રૂપિયાની તકલીફ પડતા સંદિપ લોનના ચાર હપ્તા ભરી શક્યો નહીં. હપ્તા ભરી નહીં શકતા વારંવાર હિરેન, પવન, ચિંતન સંદીપને ફોન કરતા હતા અને ધમકી આપતા હતા કે, તમારા બાકી હપ્તા ભરી દો નહીં તો તમારુ મકાન સીલ કરવુ પડશે.સંદીપે તમામ લોકોને આજીજી કરી હતી. જેથી તેમણે ટોપ અપ લોન કરાવી દેવાની સલાહ આપી હતી. સંદીપે સમગ્ર વાત ઘરમાં કહી હતી. જેથી તેઓ પણ ટોપ અપ લોન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. ટોપ અપ લોન કરાવવા માટે ટોળકીઓએ સંદીપ તેમજ પરિવારના ચેકો મંગાવ્યા હતા અને બીજા આઠ લાખની ટોપ અપ લોન કરાવી આપી હતી. આઠ લાખની લોન થતા જૂની લોનના ચઢેલા હપ્તા તેમજ કમિશન બાદ કરતા કુલ ૪.૫૦ લાખ રૂપિયા જ સંદીપને મળ્યા હતા. ટોપ અપ લોન થયા બાદ લોનનો હપ્તો ૨૭ હજાર રૂપિયા આવતો હતો. તે સંદીપ તેમજ તેનો ભાઇ અને પિતા ભેગા થઇને ભરતા હતા. જાે કે,કોરોનાકાળ દરમિયાન તે હપ્તા નહીં ભરી શકતા આરોપીઓએ સંદીપને ગાળો બોલીને હેરાન કરવાનું શરૂ કરી દીધુ હતું.દીપે દાગીના ગીરવે મુકીને પણ ચિંતન શાહની ઓફિસમાં હપ્તા ભરતો હતો. ત્યારબાદ જાણવા મળ્યુ હતું કે, સંદીપના નામે કોઇએ જમ્મુ કાશ્મીર બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ખોટા વ્યવ્હારો કરી રહ્યા છે. લોન પૂરી નહીં થતા સંદીપ કંટાળી ગયો હતો. જ્યાં તેણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. વેજલપુર પોલીસ બેંકના મેનેજર સહિત એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે સર્જરી કૌશલ્ય માટે નવનિર્મિત સ્કીલ લેબ અને હાઇ એન્ડ માઇક્રોસ્કોપનું લોકાર્પણ તેમજ પ્રેક્ટિકલ હેન્ડબુક ઓફ ઇયર સર્જરીનું વિમોચન

saveragujarat

સુરતમા હિજાબનો વિવાદીત મામલો: પી પી સવાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતાં વિવાદ સર્જાયો,12 કાર્યકરોની અટકાયત

saveragujarat

જગન્નાથ મંદિરને રિડેવલપ કરાશે, ૫૦૦૦૦ લોકો દર્શન કરી શકશે

saveragujarat

Leave a Comment