Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

દેશમાં ચોમાસુ આ વખતે સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૦
એક મુખ્ય હવામાન એજન્સીએ ૨૦૨૩ માટે મોનસૂનનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. આ મોનસૂન પૂર્વાનુમાન અનુસાર જૂનથી સપ્ટેમ્બર સુધી ૪ મહિનાનો સરેરાશ વરસાદ ૮૬૮.૮ મિ.મી.ની તુલનાએ ૮૧૬.૫ મિ.મી. એટલે કે ૯૪%( /-૫ ટકા) રહેવાની શક્યતા છે. અગાઉ જાન્યુઆરીમાં પણ પૂર્વાનુમાન જાહેર કરાયું હતું જેમાં જણાવાયું હતું કે ૨૦૨૩માં મોનસૂન સરેરાશથી ઓછો રહેવાની આશંકા વ્યક્ત કરાઈ હતી જેને હવે યથાવત્‌ રખાઈ છે. હવામાન એજન્સી સ્કાયમેટના એમડી જતીન સિંહે કહ્યું કે ટ્રિપલ-ડિપ-લા નીનાને કારણે દક્ષિણ-પશ્ચિમ મોનસૂને છેલ્લી ૪ સિઝનમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ નોંધ્યો નહોતો. હવે લા નીનાની અસર સમાપ્ત થઈ ગઈ છે. અલ નીનોની શક્યતા વધી રહી છે અને મોનસૂન દરમિયાન તેની એક મુખ્ય કેટેગરી બનવાની શક્યતા પણ વધી રહી છે. અલ નીનોની વાપસી એક નબળા મોનસૂનની ભવિષ્યવાણી કરી શકે છે. અલ નીનો ઉપરાંત અન્ય ઘણા કારણો છે જે મોનસૂનને પ્રભાવિત કરી શકે છે. ઈન્ડિયન ઓશન ડિપોલ (આઈઓડી)માં મોનસૂનને નિયંત્રિત કરવા અને પર્યાપ્ત રીતે મજબૂત થવા પર અલ નીનોની આડઅસરને નકારવાની ક્ષમતા છે. આઈઓડી હવે તટસ્થ છે અને મોનસૂનની શરૂઆતમાં મધ્યમ સકારાત્મક હોવા તરફ નમી રહ્યું છે. અલ નીનો અને આઈઓડીના બહાર થવાની શક્યતા છે અને માસિક વરસાદમાં વધારે ફેરફાર થઈ શકે છે. સિઝનનો બીજાે ભાગ વધારે અસામાન્ય રહેવાની આશા છે. ભૌગોલિક સંભાવનાઓના સંદર્ભમાં હવામાન એજન્સીને આશા છે કે દેશના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની અછત રહેવાનું જાેખમ પેદા થશે. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય મોનસૂન મહિનાઓ દરમિયાન અપૂરતો વરસાદ થશે. ઉ.ભારતના કૃષિ ક્ષેત્ર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉ.પ્રદેશમાં સિઝનના બીજા ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે.હવામાન એજન્સી અનુસાર જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર (જેજેએએસ)માં મોનસૂન વરસાદની શક્યતા કંઈક આ પ્રમાણે છે.લાંબા ગાળાના સરેરાશ (એલપીએ) વરસાદની તુલનાએ ૧૧૦% અથવા વધુ વરસાદની ૦% સંભાવના.લાંબા ગાળાના સરેરાશ (એલપીએ) વરસાદની તુલનાએ ૧૦૫% થી ૧૧૦% વરસાદની ૧૫% સંભાવના.લાંબા ગાળાના સરેરાશ (એલપીએ) વરસાદની તુલનાએ ૯૬% થી ૧૦૪% વરસાદની ૨૫% સંભાવના.લાંબા ગાળાના સરેરાશ (એલપીએ) વરસાદની તુલનાએ ૯૦% થી ૯૫% વરસાદની ૪૦% સંભાવના.લાંબા ગાળાના સરેરાશ (એલપીએ) વરસાદની તુલનાએ ૯૦% કરતા ઓછા વરસાદની ૨૦% શક્યતા.૨૦૨૩ના ચોમાસામાં કયા મહિનામાં કેટલો વરસાદ પડશે.જૂનમાં લાંબા ગાળાના વરસાદની તુલનાએ ૯૯% (૧૬૫.૩ મિ.મી.) વરસાદ થવાની સંભાવના છે.૭૦% શક્યતા સામાન્ય વરસાદની.૧૦% શક્યતા સામાન્ય કરતાં વધુ વરસાદની.૨૦% શક્યતા સામાન્યથી ઓછા વરસાદનીજુલાઈમાં લાંબા ગાળાના વરસાદની તુલનાએ ૯૫% (૨૮૦.૫ મિ.મી.) વરસાદ થવાની સંભાવના છે.૫૦% શક્યતા સામાન્ય વરસાદની.૨૦% શક્યતા સામાન્ય કરતાં વધુ વરસાદની.૩૦% શક્યતા સામાન્ય કરતાં ઓછા વરસાદની.ઓગસ્ટમાં લાંબા ગાળાના વરસાદની તુલનાએ ૯૨% (૨૫૪.૯ મિ.મી.) વરસાદ થવાની સંભાવના છે .૨૦% શક્યતા સામાન્ય વરસાદની.૨૦% શક્યતા સામાન્ય કરતાં વધુ વરસાદની .૬૦% શક્યતા સામાન્ય કરતાં ઓછા વરસાદની .સપ્ટેમ્બરમાં લાંબા ગાળાના વરસાદની તુલનાએ ૯૦% (૧૬૭.૯ મિ.મી.) વરસાદ થવાની સંભાવના છે.૨૦% શક્યતા સામાન્ય વરસાદની .૧૦% શક્યતા સામાન્ય કરતાં વધુ વરસાદની .૭૦% શક્યતા સામાન્ય કરતાં ઓછા વરસાદની

Related posts

રિવરફ્રન્ટ પર ૪૯ પ્લોટ વેચાણ માટે મૂક્યાં પણ એક પણ ખરીદાર નહીં

saveragujarat

મોદી પર ટીપ્પણી મામલે પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન

saveragujarat

દ્રૌપદી મુર્મૂએ દેશના ૧૫માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી

saveragujarat

Leave a Comment