Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મોદી પર ટીપ્પણી મામલે પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન

નવી દિલ્હી, તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવા મામલે આસામ પોલીસે કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ ત્યારે કરાઈ હતી જ્યારે તે ઈન્ડિગોની ફ્લાઈટમાં રાયપુર જઇ રહ્યા હતા. આ મામલે પવન ખેડાએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે પવન ખેડાને મોટી રાહત આપતા વચગાળાના જામીન આપી દીધા હતા. જાેકે આ દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે અમે તમારી સામે દાખલ એફઆઈઆરને રદ કરવાનો આદેશ ન આપી શકીએ. પણ સુપ્રીમકોર્ટે કહ્યું કે તેમની સામેની ત્રણેય એફઆઈઆર પર સુનાવણી એક જ જગ્યાએ થશે. પવન ખેડા વચ્ચે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. તેમણે કહ્યું કે પવન ખેડાએ પીએમ મોદી પર ટિપ્પણી મામલે તે સમયે જ માફી માગી લીધી હતી અને આ એક જીભ લપસી જવાનો મામલો હતો. હવે તેમની મંગળવાર સુધી ધરપકડ નહીં કરી શકાય. હવે તેમને હાલમાં દિલ્હીની દ્વારકા કોર્ટમાં હાજર કરાશે. દરમિયાનમાં અગાઉ કોંગ્રેસ નેતા પવન ખેડાને દિલ્હીમાં ફ્લાઈટમાંથી ઉતારી દેવાયા હતા. પવન ખેડા રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં સામેલ થવા જઈ રહ્યા હતા. ત્યારે તેમને ફ્લાઈટમાંથી ઉતારાયા હતા. પવન ખેડા સાથે કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓ પણ હતા જેઓ રાયપુર જઈ રહ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં એરપોર્ટ પર જ ધરણાં શરૂ કરી દીધા હતા. કોંગ્રેસના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો પણ ટિ્‌વટ કરાયો હતો. કોંગ્રેસે કહ્યું કે આજે ઈન્ડિગોની ફ્લાઈટમાં વરિષ્ઠ નેતા દિલ્હીથી રાયપુર જઇ રહ્યા હતા. બધા ફ્લાઈટમાં બેસી ગયા હતા અને એ જ સમયે અમારા નેતા પવન ખેડાને ફ્લાઈટમાંથી ઉતરી જવા કહેવાયું. આ તો તાનાશાહી છે. પવન ખેડા ઈન્ડિગોની ફ્લાઈટમાં રાયપુર જઇ રહ્યા હતા. આ સમયે રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ ઉપરાંત અન્ય નેતાઓ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાનતેમની ધરપકડનો પણ પ્રયાસ કરાયો હતો. આ મામલે પવન ખેડાએ કહ્યું કે મને એમ કહેવાયું કે તમારા સામાનને લઈને કોઈ સમસ્યા છે. જાેકે મારી પાસે તો એક જ હેન્ડબેગ હતું. જ્યારે ફ્લાઈટની નીચે આવ્યો તો કહ્યું કે તમે નહીં જઇ શકો. પછી કહ્યું કે મારી સાથે ડીસીપી મુલાકાત કરશે. હું ઘણી વારથી રાહ જાેઈ રહ્યો છું. નિયમ-કાયદા અને કારણ વિશે કોઈ જ માહિતી નથી.

Related posts

બનાસકાંઠાના થરા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ૩નાં મોત

saveragujarat

આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

saveragujarat

ગુજરાતના રાજ્યપાલ અને લેડી ગવર્નરએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં મોટાપાયે સફાઈ કાર્યને પૂર્ણ કર્યું.

saveragujarat

Leave a Comment