Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાતમાં કોરોનાના નવા ૨૧૨ કેસ નોંધાયા

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૦
ગુજરાતમાં કોરોનાનો સામાન્ય વધારો ઘટાડો જાેવા મળી રહ્યો છે તેમજ રોજિંદા કેસ ૨૦૦થી ૩૦૦ વચ્ચે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓમાં સામાન્ય વધઘટ જાેવા મળી રહ્યો છે. તેમજ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ સજાગ અને સજ્જ બન્યું છે તેમજ હોસ્પિટલમાં મોક ડ્રિલનું પણ આયોજન કરાઈ રહ્યું છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના ૨૧૨ પોઝીટિવ કેસ નોંધાયા છે.રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમા ૨૧૨ કેસ નોંધાયા છે. અમદાવાદમા ૭૮ કેસ તેમજ વડોદરામાં ૩૨ સુરતમાં ૨૩ કેસ નોંધાયા છે જ્યારે ગાંધીનગરમાં ૧૯ કેસ નોંધાયા છે. મોરબીમાં ૧૧ તેમજ મહેસાણામાં ૯ કેસ નોંધાયા છે. આણંદમાં ૬ અને બનાસકાંઠામાં ૫ કેસ નોંધાયા છે. વલસાડમાં ૫ તેમજ કચ્છમં ૪ અને અમરેલીમાં ૩ કેસ નોંધાયા છે.ભરૂચમાં ૩ અને રાજકોટમાં ૩ સાબરકાંઠામાં ૩ કેસ નોંધાયા છે તેમજ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છેગુજરાતમાં આજે કોરોનાના ૨૧૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૯ ટકા નોંધાયો છે. તેમજ આજે ૩૯૨ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં ૧૯૩૨ કોરોનાના એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાથી માર્ચ અને અપ્રિલ મહિનામાં ૧૬ લોકોના મોત થયા છે. ૦૪ એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ૦૬ એપ્રિલના ગોમતીપુરના ૫૯ વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે ૦૮ એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે. ભાવનગરમાં પણ ૧ દર્દીનું મોત થયું છે. તો આજે અને ગઈકાલે અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આમ અપ્રિલમાં ૭ અને માર્ચમાં નવ લોકોના કોરોનાથી મોત થયાં છે
માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, તાવ વગેરેની સમસ્યાને સામાન્ય ન ગણો. તે કોરોના પણ હોઈ શકે છે. તાત્કાલિક નિષ્ણાતનો સંપર્ક કરો. જાે તમારી આસપાસ કોઈ સંક્રમિત વ્યક્તિ હોય તો તેનાથી સંપૂર્ણ અંતર રાખો. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરીને જ જાઓ. છીંક આવે કે ખાંસી આવે ત્યારે હાથને સેનિટાઈઝ કરો. જાહેર સ્થળોની સપાટીને સ્પર્શ કરવાનું ટાળો અને જાે તમે કરો છો તો તરત જ તમારા હાથને સેનિટાઈઝ કરો. સમયાંતરે તમારા હાથ ધોવાનું ચાલુ રાખો. જાે તમને તમારી અંદર કોવિડ-૧૯ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારી જાતને ક્વોરોન્ટાઈન કરો.

Related posts

ભાદરવા સુદ નોમના દિવસે ડીસા તાલુકાના જુના ડીસા ગામે ચડ્યા રામદેવપીર ના નેજા…

saveragujarat

યુક્રેનમાં ૩૯ લાખ નાગરીકો દેશ છોડીને ભાગ્યાં : ખોરાક-પાણી-દવા દરેક વસ્તુ માટે તરસી રહેલા યુક્રેની નાગરીકો

saveragujarat

ઇડર શહેર કોંગ્રેસ પક્ષના નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખડભડાટ

saveragujarat

Leave a Comment