Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

પાંચ મહિલાની હત્યામાં મૃત્યુદંડની સજાના આરોપીની ૨૫ વર્ષે મુક્તી

નવી દિલ્હી , તા.૨૮
મૃત્યુદંડના દોષિતને ૨૫ વર્ષ જેલમાં પસાર કર્યા બાદ નવું જીવન મળવાની ચૌંકાવનારી ઘટના સામે આવી છે. એક શખસ પર ૧૯૯૪માં ૫ મહિલાઓની હત્યા કરી હોવાનો આક્ષેપ લાદવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસ અંતર્ગત આરોપીને ૧૯૯૮માં મૃત્યુદંડની જાેગવાઈ કરવામાં આવી હતી. સોમવારે સુપ્રિમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. તેમણે જણાવ્યું કે ૧૯૯૪માં જ્યારે આ ગુનો થયો હતો ત્યારે આ શખસ કિશોરવયનો હશે જેથી કરીને સુપ્રિમ કોર્ટે તેને જેલમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી ૧૯૯૮માં પુણેમાં પાંચ મહિલાઓની હત્યાના આરોપમાં આ શખસ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. એવો આક્ષેપ હતો કે જે મહિલાઓની હત્યા કરવામાં આવી હતી, એમાંથી એક ગર્ભવતી હતી. આની સાથે દોઢ વર્ષ અને અઢી વર્ષનાં બે બાળકોની પણ તેણે હત્યા કરી દીધી હતી. જેના પરિણામે આરોપીઓને દોષિત જાહેર કરી મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.ટ્રાયલ કોર્ટના આદેશને બોમ્બે હાઈકોર્ટ અને એસસી દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો હતો, જેણે ૨૦૦૦માં તેમની અપીલને ફગાવી દીધી હતી અને એવું માન્યું હતું કે તે દુર્લભ અને અસાધારણ કેસ છે જે મહત્તમ દંડની જાેગવાઈ કરે છે.રાજસ્થાનના રહેવાસી દોષિતે ટ્રાયલ કોર્ટથી લઈને એસસી સુધીની કાર્યવાહીમાં કિશોરત્વનો મુદ્દો ઉઠાવ્યો ન હતો અને ૨૦૧૩માં એસસીમાં નવી અરજી દાખલ કરીને પહેલીવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તે અરજી કોર્ટે પણ ફગાવી દીધી હતી. ત્યારપછી તેણે ૨૦૧૮માં અરજી દાખલ કરીને મુદ્દો ઉઠાવવાનો નવો પ્રયાસ કર્યો અને સુપ્રિમ કોર્ટ તેની કિશોરવયની અરજીની તપાસ કરવા સંમત થઈ.તેમની અરજીને મંજૂર કરતાં જસ્ટિસ કેએમ જાેસેફ, અનિરુદ્ધ બોઝ અને હૃષીકેશ રોયની બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા દાખલ કરાયેલા તપાસ રિપોર્ટ પર આધાર રાખ્યા બાદ અને શાળાના પ્રમાણપત્ર સહિતના તમામ પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી તેને કિશોર જાહેર કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે રેકોર્ડ ડીએસ મુજબ, ગુના સમયે દોષિતની ઉંમર લગભગ ૧૨ વર્ષની હતી અને તેથી આને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. અમે તપાસ કરનારા ન્યાયાધીશનો અહેવાલ સ્વીકારીએ છીએ.જેલમુક્ત કરતા કહ્યું કે અમે જાહેર કરીએ છીએ કે અરજદારનો જન્મ તારીખ ૩૦ જાન્યુઆરી, ૨૦૧૯ના દિવસે બિકાનેરમાં થયો હતો. તેના જન્મના પ્રમાણપત્રની પણ તપાસ કરાઈ ચૂકી છે. રાજકિયા આદર્શ ઉચ્ચ માધમિક વિદ્યાલય કે જે બિકાનેરમાં આવેલી છે તેના પ્રમાણપત્રમાં લાગુ કરવામાં આવેલી વિગતોને અહીં ટાંકી નોંધ લેવામાં આવી છે. આ તેની ઉંમર નક્કી કરવા માટે સ્વીકારવામાં આવશે.બેન્ચે જણાવ્યું કે જે ગુના માટે તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે તે પ્રમાણપત્ર દ્વારા જાેવામાં આવે તો, ગુનો દાખલ કરતી વખતે તેની ઉંમર ૧૨ વર્ષ અને છ મહિના હતી. આમ, ૨૦૧૫ના અધિનિયમની જાેગવાઈઓના સંદર્ભમાં, તે ગુનાની તારીખે બાળક/કિશોર હતો, જેના માટે તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

Related posts

હેલ્મેટ કાનૂનનો કડક અમલ કરાવો: હાઈકોર્ટનો હુકમ

saveragujarat

ફરી એકવાર પાટીદાર પાવરની જલક જોવા મળે તેવી શક્યતા-6 માર્ચ સુધીમાં કેસ પાછા ખેંચો નહી તો સરકાર ઉથલી જશે

saveragujarat

ગુજરાત રાજ્ય દ્વારા ૧૦ કરોડ વેક્સિનેશન આપતાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આકાશમાં ફુગ્ગા ઉડાળી ઉજવણી કરાઇ

saveragujarat

Leave a Comment