Savera Gujarat
Other

ગુજરાત રાજ્ય દ્વારા ૧૦ કરોડ વેક્સિનેશન આપતાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આકાશમાં ફુગ્ગા ઉડાળી ઉજવણી કરાઇ

સવેરા ગુજરાત:-  જિલ્લા સમાહર્તા દ્રારા આરોગ્ય શાખાની 22.45 લાખથી વધુ વેક્સિનેશન ડોઝની ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા.

ગુજરાત સરકાર દ્વારા દસ કરોડ લોકોને કોરોના પ્રતિરોધક રસીકરણ કરવામાં સફળતા મળી છે. આ સિધ્ધિને ઉજવવા અને આરોગ્ય કર્મિઓનો ઉત્સાહ વધારવા સાબરકાંઠા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાળીને ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાએ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની વેક્સિનેશનની ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ફ્રન્ટ લાઈન વર્કર અને જાહેર જનતાને કોરોના પ્રતિરોધક વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈને આજ સુધીમાં દસ કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં કિશોરોના બંને ડોઝ, એડલ્ટના બંને ડોઝ અને સિનિયર સિટીઝનના પ્રિકોશન ડોઝ સહિત કુલ ૨૨,૪૫,૫૫૦ વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડામોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, ડૉ.પ્રણામી તેમજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

૨૮ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

saveragujarat

શ્રી સ્વામિનારાયણ છાત્રાલય – મણિનગર, અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો

saveragujarat

બિપરજાેય વાવાઝોડા નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે – આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ

saveragujarat

Leave a Comment