Savera Gujarat
Other

ગાંધીનગરમાં આજથી ઇન્ડિયા સ્કીલ 2021ની પ્રાદેશિક સ્પર્ધાનું આયોજન

ગાંધીનગરમાં આજથી ઇન્ડિયા સ્કિલ 2021ની પ્રાદેશિક સ્પર્ધાનું આયોજન રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધાના મુખ્ય યજમાન પદે ગુજરાત રાજ્ય છે. ગાંધીનગર ખાતે યોજાનાર આ સ્પર્ધામાં પાંચ રાજ્યોના 225થી વધુ સ્પર્ધકો 38 વિવિધ કૌશલ્ય સ્પર્ધામાં ભાગ લેશે. અને ત્યારબાદ વિજેતા ખેલાડી નેશનલ લેવલની ઇન્ડિયા સ્કિલ સ્પર્ધામાં પ્રવેશ મેળવી શકશે જે 2022માં ચીનના શાંઘાઈ ખાતે યોજવાની છે.

રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી બ્રીજેશ મેરજાએ આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતના યજમાન પદે પશ્ચિમ ઝોનની પ્રાદેશિક સ્પર્ધાનો આજથી પ્રારંભ કરવામાં આવે છે જેમાં ગુજરાત ઉપરાંત ગોવા ,મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર ,અને રાજસ્થાન એમ પાંચ રાજ્યોના સ્પર્ધકો વિવિધ ક્ષેત્રના કૌશલ્યનું પ્રદર્શન આ સ્પર્ધા દરમિયાન કરશે.

આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું ગુજરાતના 40 સ્પર્ધકો ગોવાના 21 મધ્યપ્રદેશના 37 મહારાષ્ટ્રના પંજાબી અને રાજસ્થાનના 43 સ્પર્ધકો 38 જેટલી કૌશલ્યવર્ધન પ્રધાન ભાગ લેશે જેમા કોન્ક્રીટ કસ્ટ્રક્શન વર્ક, બેકરી, સાયબર સિક્યુરિટી, ઈલેક્ટ્રિકલ ઈન્સ્ટોલેશન, ફેશન ટેકનોલોજી, ફૂલોની કળા, ગ્રાફીક ડિઝાઇન, આઇટી નેટવર્ક સિસ્ટમ અને ઝવેલરી ડિઝાઇન જેવા વિવિધ કૌશલ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તબક્કે શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા, નિયામક અલોક પાંડે, સહિત ભારત સરકાર વતી વિભાગના અધિકારી ખાસ ઉપસ્થિ રહ્યા હતા.

ગુજરાત વિધાનસભા ના બે દિવસના ટૂંકા સત્રમાં સ્કિલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટીના વિધેયક પસાર કરવા ગૃહમાં ભાજપના 4 અને કોંગ્રેસના 7 એમ કુલ 11 સભ્યોએ સતત 3 કલાક સુધી તંદુરસ્ત ચર્ચા કરી અંતે આ બિલને સર્વાનુમતે વિના વિરોધે પસાર કરવામાં આવ્યું હોવાનું શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજાએ પત્રકાર પરિષદમાં સ્વીકાર કર્યો હતો.

Related posts

બિહારમાં આજે જેડીયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું.ઃ નીતીશકુમારે રાજદ સાથે સરકાર બનાવશે

saveragujarat

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈ લોકોમાં અનેરો ઉત્સાહઃ માત્ર ૨૪ કલાકમા જ ૧૦ હજારથી વધુ લોકોએ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું

saveragujarat

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ `૧૫૨૬ કરોડની જોગવાઈ

saveragujarat

Leave a Comment