Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચાર પ્રસારમાં અગ્રિમ ભૂમિકા બદલ હિમાંશુ ઉપાધ્યાયનુ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માન કરાયું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૭
પ્રજાસત્તાક પર્વની અમદાવાદ ખાતેની ઉજવણીમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક શ્રી હિમાંશુ ઉપાધ્યાયનું બહુમાન.૭૪મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ ખાતેની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક શ્રી હિમાંશુ ઉપાધ્યાયનું બહુમાન કરવામાં આવ્યું છે.વર્ષ ૨૦૨૨ દરમિયાન કોરોના, અંગદાન, અમૃત સરોવર, નેશનલ ગેમ્સ, ડીફેન્સ એક્સ્પો, નેશનલ સાયન્સ કૉન્ક્‌લેવ, વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોના પ્રચાર પ્રસારમાં અગ્રિમ ભૂમિકા તેમજ સુચારુ વ્યવસ્થાપન અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ અને કાયદા વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને હિમાંશુભાઈનું સન્માન કરવામાં આવ્યું.સંયુક્ત માહિતી નિયામક હિમાંશુભાઈ સમગ્ર માહિતી વિભાગ અને મીડિયા જગતમાં કલમના કસબી તરીકે તથા સાલસ અને નિખાલસ સ્વભાવ માટે લોકપ્રિય છે.
તેમની ર્નિણયશક્તિ અને સુચારુ વ્યવસ્થાપનની કૂનેહથી સમગ્ર કારકિર્દી દરમિયાન અનેકવિધ સરકારી કાર્યક્રમો સુપેરે સફળ બન્યા છે.હિમાંશુભાઈની કાર્યશૈલી અને બહોળો અનુભવ માહિતી વિભાગના નવા લોહી સમા અધિકારી-કર્મચારીઓને પ્રેરણા આપીને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.૫૮ની ઉમ્ર વટાવયા જઇ રહેલા હિમાંશુભાઇની કામ પ્રત્યેની નિષ્ઠા અને ખંતીલો સ્વભાવ આજે પણ ૧૮ વર્ષના યુવકને હંફાવી દે તેવા છે.હંમેશાં જાેમ અને જુસ્સા સાથે દરેક કામ કરવું અને ટીમના દરેક સભ્યને સાથે લઈને ચાલવું એ તેમના સંસ્કાર અને સ્વભાવમાં છે.

Related posts

યુવકે મંડપમાં જઈ દુલ્હન પર ધડાધડ ગોળીઓ વરસાવી દીધી

saveragujarat

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બરવાળા અને ધંધૂકામાં માદક દ્રવ્યોના કારણે અસરગ્રસ્ત દર્દીઓની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત

saveragujarat

સરકારી તબીબો અને સરકાર વચ્ચેની લડાઇમાં ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલ સારવાર લેવા મજબૂર

saveragujarat

Leave a Comment