Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

નરોડાના કોર્પોરેટર દ્વારા મહિલા મેડિકલ ઓફિસર સાથે ગેરવર્તન

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૯
અમદાવાદમાં નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમભાઈએ નરોડાના મુઠિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મહિલા મડેકિલ ઓફિસર સાથે અણછાજતો વ્યવહાર કર્યો હતો જેના લીધે વિવાદ વકર્યો છે. બોલાચાલી બાદ તેમણે મહિલા આરોગ્ય અધિકારી સાથે ધક્કા-મુક્કી કરી હતી. બાદમાં તેમણે મહિલા મેડિકલ ઓફિસરનું મોઢું પકડીને બળજબરીથી પાણી પીવડાવ્યું હતું અને કોઈને ફરિયાદ ન કરવા માટે ધમકી આપી હતી.
આ કારણે અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. મહિલા કર્મચારીઓએ અર્બન હેલ્થ સેન્ટરથી નરોડા પોલીસ સ્ટેશન સુધી રેલી યોજીને સોમા પટેલ, લવ ભરવાડ, બોડા દરબાર સહિતના ભાજપના આગેવાનો સામે કાર્યવાહીની માગણી કરી હતી. સાથે જ જાે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી પણ આપી હતી.
મહિલા અધિકારી સાથે આ પ્રકારના વર્તન બાદ અન્ય કર્મચારીઓમાં ભય વ્યાપ્યો છે અને પીડિત મહિલાએ બુધવારે સાંજે બનેલી આ ઘટના બાદ પોલીસ ફરિયાદ કરી હતી. હકીકતે વિપુલ પટેલના સંબંધી કોમ્યુનિટી સેન્ટરમાં સારવાર માટે પહોંચ્યા હતા અને તેમને ફરજ પર રહેલા મહિલા મેડીકલ ઓફિસર સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ કોર્પોરેટર વિપુલ પટેલ પોતાના કાર્યકરો સાથે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા ધક્કામુક્કી કરીને ધમકી આપી હતી. તેમણે મહિલા અધિકારીનું મોઢું પકડીને તેમને બળજબરીથી પાણી પીવડાવીને આ વાત આગળ ન જાય તેની તકેદારી રાખવા ચીમકી આપી હતી.
મહિલા મેડીકલ ઓફિસર દ્વારા નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમભાઈ સામે ઈ-ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં તેમણે મહિલા મેડીકલ ઓફિસરનું મોંઢુ જબરજસ્તીથી પકડી પાણી પીવડાવ્યું હોવાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બુધવારે સાંજે બનેલી આ ઘટનાની ગુરુવારે મોડી સાંજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ ઉપરાંત આ મહિલા મેડીકલ ઓફિસર દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હેલ્થ-હોસ્પિટલ)ને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. સૂત્રો તરફથી મળતી પ્રાપ્ત માહિતી મુજબ,નરોડા વોર્ડના કોર્પોરેટર વિપુલ પટેલનાં સંબંધી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પહોંચ્યા હતા.જયાં જરુરી રીપોર્ટની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન કોર્પોરેટરના સંબંધીને ફરજ ઉપરના મહિલા મેડીકલ ઓફિસર સાથે બોલાચાલી થવા પામી હતી.બાદમાં કોર્પોરેટર વિપુલ પટેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા.મહિલા આરોગ્ય અધિકારી સુધી પહોંચી ધકકામુકકી કરવાની શરુઆત કરી હતી.કોર્પોરેટર પોતાની સાથે કેટલાક કાર્યકર્તાઓને પણ લઈને પહોંચ્યા હતા.વિપુલ પટેલ મહિલા આરોગ્ય અધિકારી સુધી પહોંચી ગયા હતા જયાં તેમનું મોં જબરજસ્તીથી પકડી લઈ પાણી પીવડાવાની સાથે ધમકી પણ આપી હતી કે,વાત અહીંથી આગળ વધવી જાેઈએ નહીં.કોર્પોરેટરે મહિલા આરોગ્ય અધિકારીની સાથે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને પણ ધમકી આપી હતી.પોલીસ ફરિયાદમાં કોર્પોરેટર વિપુલ પટેલ ઉપરાંત બોડા દરબાર, લવ ભરવાડના માતા કૈલાસબહેન ભરવાડ અને પત્ની મનીષા ભરવાડના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભાજપના પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહની મળેલી પ્રતિક્રીયા મુજબ,ચૂંટાયેલા કોઈ પણ કોર્પોરેટર જાે ગેરવર્તણૂંક કરે તો તે ચલાવી ના લેવાય.હાલ હું બહારગામ છું.ડોકટર અને કોર્પોરેટર બંનેને સાંભળી ન્યાયિક ર્નિણય કરવામાં આવશે.કોર્પોરેટર કસૂરવાર ઠરશે તો સસ્પેન્શન સુધીના પગલાં લેવા પડે તો લઈશું.
વર્ષ-૨૦૧૫થી વર્ષ-૨૦૨૦ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ માટે ભાજપના ઈસનપુર વોર્ડમાંથી ચૂંટાઈને આવેલા પુલકીત વ્યાસ ઉર્ફે બબલુ નામના કોર્પોરેટર દ્વારા એલ.જી.હોસ્પિટલ પાસેના કોર્નર ઉપર નાસ્તો કર્યા બાદ રેંકડી વાળાએ પૈસા માંગતા તેને ધમકી આપતા કહયુ હતુ કે, હું તો ગબ્બર સિંગ છું.તારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કર.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ પણ મારુ કાંઈ બગાડી શકશે નહીં.આ ઘટના બાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા પુલકીત વ્યાસને કોર્પોરેટર અને પક્ષ બંનેમાંથી હકાલપટ્ટી કરવાની ફરજ પડી હતી.
નરોડા વોર્ડ ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ દ્વારા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના મહિલા મેડીકલ ઓફિસર સાથે કરવામાં આવેલા વર્તનનો વિરોધ કરવાની સાથે શુક્રવારે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા કોર્પોરેટર રાજીનામુ આપે એવી માંગણી સાથે પ્લેકાર્ડ પ્રદર્શિત કરવાની સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવાની સાથે તમામ સ્ટાફ ફરજ ઉપર હાજર રહયો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

Related posts

હનીટ્રેપમાં ફસાવી રોકડ રકમની માગની ફરિયાદ

saveragujarat

મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી સાવચેતી જરૂર થી રાખીએ

saveragujarat

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

Leave a Comment