Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સંસદમાં સુપર્ણખા કહેવા બદલ હું મોદી સામે કેસ કરીશ ઃ રેણુકા ચૌધરી

નવી દિલ્હી, તા.૨૪
મોદી સરનેમ અંગે વાંધાજનક ટિપ્પણી મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા થયા બાદ તમામ વિપક્ષી દળોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. આ સૌની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી રેણુકા ચૌધરીએ કહ્યું કે મારા પર ૨૦૧૮માં સંસદમાં કરાયેલી કથિત સુપર્ણખા ટિપ્પણી મામલે હું વડાપ્રધાન મોદી સામે માનહાનિનો કેસ દાખલ કરીશ. પૂર્વ કેન્દ્રીયમંત્રીએ પીએમ મોદીની એ જૂની વીડિયો ક્લિપ પર ટિ્‌વટ કરી હતી. રેણુકા ચૌધરીએ ટિ્‌વટ કરતાં લખ્યું કે હવે જાેઈએ કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે. પૂર્વ કેન્દ્રીયમંત્રીએ પીએમ નરેન્દ્ર મોદીની એ કોમેન્ટનો વીડિયો પણ સાથે ટિ્‌વટ કર્યો હતો. જેમાં પીએમ મોદીએ રાજ્યસભાના અધ્યક્ષને રેણુકા ચૌધરીને હસવા દેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે રામાયણ સિરિયલ બાદ હવે આવું હાસ્ય સાંભળવા મળ્યું છે. કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ પીએમ મોદીને સ્તરહીન કહેતા લખ્યું કે તેમણે મને ગૃહમાં સુપર્ણખા કહ્યા હતા. હું તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ. હવે અમે જાેઈશું કે કોર્ટ કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે. રેણુકા ચૌધરીએ એક અન્ય ટિ્‌વટમાં કહ્યું કે રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર સામે લડતા માફી માગવાનો ઈનકાર કરી દીધો તેમણે ફાસીવાદ વિરુદ્ધની લડાઈમાં માફીની પસંદગી નથી કરી. તેમણે સત્ય બોલવા બદલ માફી માગવાનો ઈનકાર કરી દીધો છે.
૭ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષ તરફથી ભારે હોબાળો મચાવાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની કોઈ વાત પર જાેરદાર રીતે હસવા લાગ્યા હતા. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે સભાપતિજી, મારી તમને પ્રાર્થના છે કે રેણુકાજીને તમે કંઈ ન કહેશો. રામાયણ સિરિયલ બાદ આવું હાસ્ય સાંભળવાનું આજે સૌભગ્ય પ્રાપ્ત થયું છે.

Related posts

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગરમા વિશ્વ મહિલા દિવસની કરાઈ ઉજવણી

saveragujarat

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

saveragujarat

બોલીવુડમાં ફરી ડ્રગ્ઝકાંડ : શ્રધ્ધાકપૂરના ભાઇની ધરપકડ

saveragujarat

Leave a Comment