Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૨૩
આજે અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. અમદાવાદમાં એકાએક ઝડપભેર પવન ફુંકાયો હતો અને ધૂળની ડમરીઓ પણ ઊડવા લાગી હતી.અમદાવાદ અને આસપાસના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં કેટલાંક વિસ્તારોમાં જાેરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અચાનક વરસાદ શરૂ થતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, સાણંદ સહિત અમદાવાદના પ્રહલાદ નગર, બોડકદેવ, જીય્ હાઈવેમાં ભારે વરસાદ શરૂ થયો છે. જ્યારે વસ્ત્રાપુર, વેજલપુર અને વાસણામાં પણ મેઘરાજા વરસી પડ્યા હતા.બદલાયેલા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં સાંજે વરસાદ શરૂ થયો હતો અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સમી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જાેવા મળ્યો હતો. ત્યારબાદ શહેરના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સાંજ પડતાં જ આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. ત્યારે ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઇવે, ગોતા, શિવરંજની, થલતેજ, બોપલ, ઘુમા, જીવરાજ પાર્ક વગેરે વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય હોવાથી એક સપ્તાહથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ થયો છે અને હજુ પણ આગામી બે દિવસ સામાન્ય વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન ઉપર એક સર્ક્‌યુલેશન સક્રિય છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જાેવા મળી રહે છે. હજુ પણ આગામી બે દિવસ સામાન્ય વરસાદ થવાનું અનુમાન છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકામાં ગાજવીજ પવન સાથે સામાન્ય વરસાદી ઝાપટા પડવાનું અનુમાન છે. છેલ્લાં એક સપ્તાહથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે કૃષિ પાકને ભારે નુકસાન થયું છે . ૪૮ કલાક બાદ માવઠામાંથી છુટકારો મળે તેવું લાગી રહ્યું છે. કારણ કે હવામાન વિભાગે કહ્યું છે કે બે દિવસ કમોસમી વરસાદ યથાવત રહેશે. બે દિવસ બાદ બાદ સિસ્ટમ નબળી પડી જશે.

Related posts

જેતપુર સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, CM હાજરી આપશે,

saveragujarat

સિદ્ધાંતકપુરે ડ્રગ્સ લીધુ હતુ: મેડીકલ રીપોર્ટમાં કન્ફર્મ થયુ

saveragujarat

ઉત્તરાયણ માટે કોટ વિસ્તારની પોળોના ધાબાના ભાડા ૩ લાખ સુધી

saveragujarat

Leave a Comment