Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રસીનો જથ્થો ખૂટી પડતા તંત્રમાં દોડધામ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૬
રાજ્યમાં કોરોનાના વધતા કેસ મામલે અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરુ કરી છે. હાલમાં અમદાવાદના પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના એક્ટિવ કેસ વધુ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. કોવિશિલ્ડના જથ્થા માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરાઈ છે. કોવેક્સીનનો જથ્થો એકથી બે દિવસ ચાલે એટલો હોવાની સ્થિતિ ઉભી થવા પામી છે.અમદાવાદમાં બે માસ બાદ ફરી વેકસીનનો જથ્થો ખૂટી પડ્યો છે. જાન્યુઆરી માસમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રસી પૂરી પાડ્યા બાદ છસ્ઝ્ર ને ૫ લાખ ડોઝ પુરા પાડવામાં આવ્યા હતા. પ્રથમ ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા ૧૦૬% પહોચી છે. બીજાે ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા ૯૧% એ પહોચી છે. બુસ્ટર ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા ૨૨ ટકાએ પહોંચી છે. છસ્ઝ્ર ના મત મુજબ બુસ્ટર ડોઝ લેવામાં નાગરિકોમાં ઉદાસીનતા જાેવા મળી છે.-પ્રથમ ડોઝ લેનાર ૧૮ વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા ૫૧,૬૧,૬૦૩-પ્રથમ ડોઝ લેનાર ૧૫ થી ૧૭ વર્ષના નાગરિકોની સંખ્યા ૨,૨૭,૫૮૭-બીજાે ડોઝ લેનાર ૧૮ વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા ૪૭,૧૯,૧૩૩-બીજાે ડોઝ લેનાર ૧૫ થી ૧૭ વર્ષના નાગરિકોની સંખ્યા ૧,૯૬,૬૧૨-બુસ્ટર ડોઝ લેનાર ૧૮વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા.અમદાવાદમાં હાલના કોરોના એક્ટિવ કેસનો આંકડો ૧૭૮ ઉપર પહોંચ્યો છે. સૌથી વધુ ૪૯ કે, પશ્ચિમ ઝોનમાં છે. છસ્ઝ્ર સંચાલિત હોસ્પિટલોમાં ૭૩૦૦ બેડ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોની જરૂર ઉભી થાય તે માટે પણ સંચાલકોને જાણ કરવામાં આવી છે. શહેરમાં હાલ ત્રણ સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ૧૮ માસનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે. ઓક્સિજન, દવાનો જથ્થો અને સંસાધન પૂરતા માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. શહેરમાં એક્ટિવ કેસના આંકડાએ પ્રશાસનની ચિંતા વધારી છે. અમદાવાદમાં હાલના તબક્કે ૧૭૮ કોરોના એકટિવ કેસ નોધાયા છે.જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોન એટલે કે ઉસમાનપુરા, વાડજ, સેટેલાઈટ, નવરંગપુરા, પાલડી, વાસણા અને આશ્રમ રોડ વિસ્તારમાં નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા ૪૯ એ પહોંચી છે.તે જ રીતે અલગ અલગ ઝોનમાં કોવિડ એક્ટીવ કેસની સંખ્યા ઉપર નજર કરીએ તો,ઝોન-એક્ટિવ કેસ-પશ્ચિમ – ૪૯-ઉત્તર પશ્ચિમ – ૩૮-દક્ષિણ પશ્ચિમ-૩૩-પૂર્વ – ૧૪-ઉત્તર – ૧૨મધ્ય- ૦૯દક્ષિણ. ૨૩.

Related posts

શેરબજારની વિક્રમી આગેકૂચ જારી, બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવા શિખરે

saveragujarat

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઠગાઈ: રાજકોટમાં 3 સહિત ગુજરાતમાં 80 કેસ

saveragujarat

અંબાજી ખાતે ધાર્મિક અને સેવાભાવી એવા હેમંતભાઈ દવે દ્વારા દશામાના વ્રત નું આગમન થતાં ૫૫૧ મૂર્તિઓ નું વિતરણ કરાયું

saveragujarat

Leave a Comment