Savera Gujarat
Other

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઠગાઈ: રાજકોટમાં 3 સહિત ગુજરાતમાં 80 કેસ

અમદાવાદ તા.3
દુનિયામાં બહુ ઝડપથી પ્રચલીત થયેલી અને છેલ્લા કેટલાંક વખતથી સામાન્ય લોકોમાં પણ રોકાણની લાલચ સર્જાવા લાગી છે તે ક્રિપ્ટોકરન્સીના નામે છેતરપીંડીના કિસ્સા વધી રહ્યા છે. રાજકોટમાં ત્રણ સહિત રાજયમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઠગાઈના 80 કેસ તપાસ હેઠળ છે.

ક્રિપ્ટોકરન્સીનો કાયદો ઘડવા માટે કેન્દ્ર સરકાર મથામણ કરી છે. કાયદેસરતા અપાશે કે કેમ તે મુદે સસ્પેન્સ છે છતાં તેમાં રોકાણ માટે ખાનગી કંપનીઓ-એજન્ટો દ્વારા પ્રચાર થઈ જ રહ્યો છે. કમાણીની લાલચમાં સામાન્ય લોકો નાણાં ગુમાવી પણ રહ્યા છે. અમદાવાદના નવરંગપુરામાં રહેતા મૌલિક પટેલ નામના યુવકને બીટકોઈનમાં રોકાણ કરીને તગડી કમાણી કરવાનો મેસેજ આપ્યો હતો. મોબાઈલ એપ્લીકેશન આપવામાં આવી હતી તેના મારફત 3.30 લાખનું રોકાણ કર્યુ હતું. એપ્લીકેશન બનાવટી હતી અને યુવકે નાણાં ગુમાવવા પડયા છે.

પોલીસના સૂત્રોએ કહ્યું કે, એકાદ દશકાથી ક્રિપ્ટોકરન્સીનો ઉદય થયો છે. થોડા વખતથી વધુ પ્રચલીત બની છે. તગડી કમાણીની લાલચમાં લોકો ‘શિકાર’ બની રહ્યા છે. ગુજરાતમાં ક્રિપ્ટોકરન્સીના નામે ઠગાઈના 80 કેસ નોંધાયા છે તેમાં સૌથી વધુ 22 કેસ અમદાવાદના છે. વડોદરામાં 11, સુરતમાં 10 તથા રાજકોટમાં 3 કેસ છે. આ લોકોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અને તગડી કમાણીની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા છે.

પોલીસના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર હજુ કોઈ નિયમન કે કાયદો નથી એટલે શિકાર બનતા લોકોની ફરિયાદો ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી (આઈટી) એકટ હેઠળ નોંધવામાં આવે છે અને જે-તે કાર્યક્ષેત્રના પોલીસ સ્ટેશન તથા સાયબર સેલનો કેસ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

શેરબજારમાં અનેકવિધ નિયમનો છે તેનાથી વિપરીત ક્રિપ્ટોકરન્સીમાં કોઈ નિયંત્રણો નથી. છેલ્લા કેટલાંક દિવસોમાં તેની કિંમતોમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી હતી. ઈન્વેસ્ટરો રાતોરાત તગડી કમાણી કરવા લલચાય છે. ક્રિપ્ટોકરન્સીનું કોઈ ફીઝીકલ અસ્તિત્વ નથી અને માત્ર ડીજીટલ વોલેટમાં જ રહે છે. ઓનલાઈન શિકારીઓ લોકોને છેતરવા માટે નીતનવી તરકીબો અજમાવે છે.

Related posts

યુક્રેનમા ફસાયેલા અરવલ્લીના વિધ્યાર્થી પરિજનોની મુલાકાત લેતા કલેક્ટર નરેન્દ્રકુમાર મીના

saveragujarat

સરકારને બે વર્ષમાં પેટ્રોલમાં ૬૦૪૦.૦૧ કરોડની આવક

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ

saveragujarat

Leave a Comment