Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યનો આરોગ્ય વિભાગ મારી માટે આરોગ્ય પરિવાર છે – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

સવેરા ગુજરાત,ગાંધીનગર,તા.૧૬
આરોગ્ય વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે “ આરોગ્યની નાણાકીય માંગણીઓ પર કાપ દરખાસ્ત નહીં , ખાસ દરખાસ્ત જ હોવી જાેઇએ” ગ્રામ્ય સ્તરે ઘર આંગણે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બને તે પ્રકારનું સુવ્યવસ્થિત આયોજન રાજ્ય સરકારે કર્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ સુપર સ્પેશ્યાલિસ્ટ આરોગ્ય સેવાનું સરકારી માળખું રાજ્યના પ્રત્યેક નાગરિકની આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે. હેલ્થ સાથે નાગરિકોની વેલનેસની દરકાર કરીને સરકારે રાજ્યમાં ૮૮૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત કર્યા.વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં નવીન ચાર મેડિકલ કૉલેજની જાેગવાઇ થી રાજ્યમાં મેડિકલ કૉલેજની સંખ્યા ૪૩ થશે : દર વર્ષે ૭૦૦૦ જેટલા ડૉક્ટર્સ ગુજરાતને મળશે.અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર રાજ્યમાં ઝોન પ્રમાણે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે ઃસુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલની કામગીરી શરૂ.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ ૨૦૨૩-૨૪ની અંદાજપત્રની માંગણીઓ પર વિધાનસભામાં ચર્ચા કરતા જણાવ્યું કે,આરોગ્ય વિભાગની માંગણીઓ પર કાપ દરખાસ્ત નહી પરંતુ ખાસ દરખાસ્ત જ હોવી જાેઇએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લઇ સુપર સ્પેશ્યાલિસ્ટ સરકારી આરોગ્ય સેવાનું માળખું આજે રાજ્યના પ્રત્યેક નાગરિકની આરોગ્ય સુખાકારીમાં વધારો કરી રહ્યું છે.રાજ્યમાં ઉપલબ્ધ ૮૮૪૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો, ૧૪૭૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૫૪ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૬૫ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૫૯ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ૫૧૮ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ રાજ્યની ગ્રામ્ય સ્તરની આરોગ્ય વ્યવસ્થાઓને શ્રેષ્ઠત્તમ અને અસરકારક બનાવી છે. રાજ્યની આરોગ્ય સેવાઓને શહેરી વિસ્તાર પૂરતી સીમિત ન રાખીને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારે કટિબધ્ધતા સાથે કાર્ય કર્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં નવીન ચાર મેડિકલ કૉલેજની જાેગવાઇ કરવામાં આવી છે. વધુમાં ગત વર્ષની ત્રણ મેડિકલ કૉલેજની પણ આ વર્ષે મંજૂરી મળશે.આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતા આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં કુલ ૪૩ મેડિકલ કૉલેજ કાર્યરત બનશે. જેના થકી રાજ્યમાં દર વર્ષે ૭૦૦૦ જેટલા નવા ડૉક્ટર્સ મળશે.રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની તર્જ પર ઝોન પ્રમાણે સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી છે. જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે જ નિષ્ણાંત તબીબોનું આરોગ્યવિષક માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્યમાં ટેલીમેડિસીન અને ઇ-સંજીવની સેવા ઉપલબ્ધ છે.રાજ્યમાં અત્યારસુધીમાં ૨૫.૯૭ લાખ ટેલિકન્સલ્ટેશન અને ૯.૮૭ લાખ જેટલા નાગરિકોએ ઇ-સંજીવની ઓ.પી.ડી.નો લાભ મેળવ્યો છે. ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(ય્ડ્ઢઁ) હેઠળ રાજ્યમાં કાર્યરત ૨૭૨ ડાયાલિસીસ કેન્દ્રોના માળખાએ રાજ્ય અને રાજ્ય બહારથી કિડનીની સારવાર અર્થે ગુજરાતમાં આવતા દર્દીઓની તકલીફ દૂર કરવાનું કામ કર્યું છે તેમ મંત્રીએ કહ્યું હતુ. રાજ્ય આરોગ્ય વિભાગની વિવિધ આરોગ્ય વિષયક સેવાઓના પરિણામે જ ગુજરાતમાં માતા મૃત્યુદર ૫૭ અને બાળમૃત્યુદર ૨૩ એ પહોંચ્યો છે. વર્તમાન સમયમાં બદલાતી જીવન શૈલીના કારણે લોકોમાં જાેવા મળતા બિન ચેપી રોગો પર નિયંત્રણ મેળવવા માટે પણ રાજ્ય સરકારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો થી માંડી વિવિધ તબક્કે સ્ક્રીનીંગ થી સારવાર કાર્યક્રમ હાથ ધર્યો છે. જેના અંતર્ગત અત્યાર સુધીમાં ૨.૭૦ કરોડ લોકોનું સ્ક્રીનીંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું મંત્રી એ જણાવ્યુ હતુ.પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત આજે રાજ્યના ૧.૭૩ કરોડ લાભાર્થીઓએ આરોગ્ય સુરક્ષા વીમા કવચ ધારણ કર્યું છે. આ વર્ષે આ યોજના અંતર્ગત મળતી વીમાની રકમ રૂ. ૫ લાખ થી વધારીને રૂ. ૧૦ લાખ કરવાનો ર્નિણય ગંભીર અને જટીલ રોગોની સારવાર , સેવામાં કારગત સાબિત થશે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

Related posts

સરકારે ફરી ડ્રાઈવિંગ લાયસન્સની મુદત 31 ઓકટોબર સુધી લંબાવી…

saveragujarat

ભાવનગર GST નાં બે અધિકારીઓ જ કરચોરી કૌભાંડમાં સામેલ: ધરપકડ કરવામાં આવી

saveragujarat

LIVE: ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયનો ભવ્ય વિજયોત્સવ સ્થળ: પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’

saveragujarat

Leave a Comment