Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ક્લાસ-૧ અધિકારી ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં

સવેરા ગુજરાત,દાહોદ,તા.૧૬
સરકારમાં વહીવટ વિના કોઈ કામ કરાવવું મુશ્કેલ છે તેનો અનુભવ સામાન્ય માણસોને તો ઘણીવાર થતો હોય છે, પરંતુ સરકારી કર્મચારીને પણ ક્યારેક તો પોતાનું કામ કરાવવા માટે ઉપરી અધિકારીના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. આવા જ એક કિસ્સામાં મહિને લાખ રૂપિયાથી પણ વધુનો પગાર મેળવતા દાહોદ જિલ્લાના શિક્ષણાધિકારી કાજલ દવે દસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ મહિલા અધિકારીએ પોતાના જ વિભાગના એક કર્મચારી પાસેથી લાંચ માગી હતી.આ કર્મચારી નિવૃત્ત થવાના હોવાથી તેમને પોતાની પેન્શનની ફાઈલ ક્લિયર કરાવવાની હતી. જેમાં તેમની પાસેથી સરકારને કોઈ લેણાં બાકી ના નીકળતા હોવાના પ્રમાણપત્ર રજૂ કરવાનું હતું. આ પ્રમાણપત્રમાં ક્લાસ-૧ અધિકારી એવા કાજલ દવેની સહી કરાવવાની હતી. જેના માટે દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ ૧૦ હજારની લાંચ માગી હતી. નિવૃત્ત થઈ રહેલા સરકારી કર્મચારી પેન્શનની ફાઈલ ક્લિયર કરાવવા માટે પોતાના ઉપરી અધિકારીને લાંચ આપવા માગતા ના હોવાથી તેમણે આ અંગે એન્ટિ કરપ્શન બ્યૂરોને જાણ કરી હતી.જેના આધારે દાહોદ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી. ડીંડોરે ટ્રેપ ગોઠવી હતી. જેમાં દસ હજાર રૂપિયાની લાંચ માગનારા કાજલ દવે ફરિયાદી સાથે આ મામલે વાતચીત કરવા ઉપરાંત દસ હજાર રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ક્લાસ-૧ અધિકારી કાજલ દવેએ પોતાની ઓફિસમાં જ લાંચની રકમ સ્વીકારી હતી, હાલ એસીબી દ્વારા તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંચ લેવાના કિસ્સામાં મોટાભાગે જુનિયર લેવલના કર્મચારીઓ જ ઝડપાતા હોય છે. ક્લાસ-૧ અધિકારી લાંચ લેતા ઝડપાયા હોય તેવી ઘટના ક્યારેક જ સામે આવે છે.એન્ટી કરપ્શન બ્યૂરોના રિપોર્ટ અનુસાર, ૨૦૨૨માં ભ્રષ્ટાચારના ૧૭૬ કેસ કરવામાં આવ્યા હતા, જેમાં ૨૫૬ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમની સામે ગુનો નોંધાયો તેમાંથી ૧૫૮ ગુજરાત સરકારના જ્યારે ૧૩ કેન્દ્ર સરકારના કર્મચારી હતા જ્યારે ૯૪ ખાનગી વ્યક્તિ હતા જે વચેટિયા તરીકે કામ કરતા હતા. જાેકે, ૨૦૨૨માં માત્ર એક જ ક્લાસ-૧ અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા જ્યારે ક્લાસ-૨ અધિકારીનો આંકડો ૩૦ હતો. લાંચ લેતા ઝડપાયેલા સરકારી કર્મચારીઓમાં સૌથી વધુ પોલીસકર્મીઓ હતા, જેમની સંખ્યા ૪૩ નોંધાઈ હતી, જ્યારે ૨૦ લાંચિયા અધિકારીઓ ઝડપાવાની સાથે રેવન્યૂ વિભાગનો નંબર બીજા ક્રમે રહ્યો હતો.

Related posts

બિપરજાેય વાવાઝોડા નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે – આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ

saveragujarat

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પાન મસાલા ની જાહેરાત સાથે ફાડયો છેડો, કંપનીને કરાર મુજબ રૂપિયા કર્યા પરત…

saveragujarat

રાજ્યભરમાં કાશ્મીર મુદ્દે ટીપ્પણી કરનાર કંપનીઓની તાળાબંધી

saveragujarat

Leave a Comment